.હળવદમા આધેડની તિક્ષણ હથિયારના ધા ઝીકી હત્યા

હળવદમા આધેડની તિક્ષણ હથિયારના ધા ઝીકી હત્યા
ભેદભરમના આટાપાટા સર્જતી ઘટનામાં પાડોશી શંકાના દાયરામાં : મૃતદેહને પીએમમાં ખસેડી ફરિયાદ નોંધવા તજવીજ
હળવદ : હળવદના વેગડવાવ રોડ ઉપર આવેલ ભવાનીનગર વિસ્તારમાં રહેતા નિર્વિવાહિત આધેડની ગતરાત્રીના તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે અને ભેદભરમના આટાપાટા સર્જતી આ ઘટનામાં હત્યારાઓને શોધી કાઢવા ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના વેગડવાવ રોડ ઉપર ભવાની નગરમાં રહેતા મૂળ સાપકડા ગામના વતની એવા જેમાભાઈ રૂપાભાઈ નંદેશરીયા ઉ.55નો મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં તેમના રહેણાંકની બહાર ખાટલા નીચે પડ્યો હોવાનું તેમના ભાણેજ જોવા મળતા તુરત જ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલે ખસેડાયો હતો.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મૂળ સાપકડા ગામના વતની મૃતક જેમાભાઈ અને તેમના નાનાભાઈ રમણીકભાઈ નિર્વિવાહિત છે અને બન્ને ભાઈઓ ખાણમાં મજૂરીકામ કરી જીવન નિર્વાહ ચલાવે છે. ગતરાત્રીના બનેલ ઘટનામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકાતા મૃતક જેમાભાઈનું વધુ પડતું લોહી નિકળવાથી મૃત્યુ નિપજ્યાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે.
બીજી તરફ પોલીસની પ્રાથમિક તપાસમાં પાડોશમાં રહેતો પરિવાર ઘર બંધ કરીને ચાલ્યો ગયો હોય હત્યા અંગે શંકાની સોય પાડોશી ઉપર તકાઈ રહી છે. પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે અને
હાલ ઇન્ચાર્જ પીઆઇ એ.એ જાડેજા તપાસનો ધમધમાટ ચલાવી રહ્યા છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ