રતલામ રેલવે મંડળથી પસાર થતી 106 મુસાફર ટ્રેનો 15 નવેમ્બરથી સામાન્ય નંબર અને ભાડાથી પુન: દોડવા લાગશે

રતલામ રેલવે મંડળથી પસાર થતી 106 મુસાફર ટ્રેનો 15 નવેમ્બરથી સામાન્ય નંબર અને ભાડાથી પુન: દોડવા લાગશે. જોકે, તેમાંથી વધુ પડતી ટ્રેનો હાલમાં પણ ચાલી જ રહી છે. જોકે, સ્પેશલ સ્ટેટસ હોવાને કારણે નબર શૂન્યથી શરૂ થતાં હતા, હવે તે એકથી શરૂ થશે. ઓછામાં ઓછુ ભાડુ 30 રૂપિયાના સ્થાને 10 રૂપિયા લાગશે. તેમાંથી 32થી વધુ ટ્રેનો દાહોદ શહેરમાંથી પસાર થનારી છે.
તેમના ટાઇમ ટેબલમાં કોઇ પરિવર્તન કરવામાં આવ્યુ નથી. હવે આખી ટ્રેન રિઝર્વ નહીં રહે. એટલે મુસાફરો સામાન્ય કોચમાં જનરલ ટિકિટ દ્વારા મુસાફરી કરી શકશે. 22 માર્ચ 2020ના રોજ જનતા કરફ્યુ બાદથી બંધ કરાયેલી ટ્રેનોને રેલવેએ 1 જુન 2020થી સ્પેશલ રૂપેથી શૂન્ય નંબરથી સ્પેશલ ભાડા સાથે રિઝર્વેશન રૂપે ચલાવવાનું શરૂ કર્યુ છે. સોમવારથી આ ટ્રેનોનું સ્પેશ્યલ સ્ટેટસ દુર થશે.
રીપોર્ટ: નિલેશ આર નિનામા
(દાહોદ જિલ્લા )