દાહોદમાં બસ તેમજ રેલવે સ્ટેશને આરોગ્ય વિભાગની ટીમો ખડકાશે

દાહોદમાં બસ તેમજ રેલવે સ્ટેશને આરોગ્ય વિભાગની ટીમો ખડકાશે
ટેસ્ટમાં કોઇ વ્યક્તિ પોઝિટિવ આવશે તો ક્વોરન્ટાઇન કરાશે.
દાહોદ જિલ્લામાં કોરોનાના ટેસ્ટિંગમાં વધારો, શંકાસ્પદ લોકોનું ટેસ્ટ કરાશે
પરગામોમાં ફરવા ગયેલા લોકોને લક્ષણ હોય તો કોરોના ટેસ્ટ કરાવવાની વિનંતિ
અન્ય રાજ્યથી આવ્યા બાદ કેટલાંક લોકોને કોરોનાના લક્ષણ જોવા મળતાં અને પંચમહાલમાં એક વ્યક્તિ પોઝિટિવ આવતાં દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગ સાબદુ બન્યુ છે. દાહોદ શહેર સહિત જિલ્લામાંથી પરગામોમાં ફરવા ગયેલા લોકોને લક્ષણ જણાય તો કોરોનાનો ટેસ્ટ કરાવવાની વિનંતિ કરવામાં આવી રહી છે. ઉપરાંત આ લોકોને શોધીને ટેસ્ટ કરાવવાનું આયોજન પણ ઘડવામાં આવ્યુ છે. બીજી તરફ દાહોદ જિલ્લામાં કોરોનાના ટેસ્ટિંગમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે.