વડોદરા ની 15 વર્ષીય દીકરી ની “સ્વચ્છતા થી એકતા” ના સંદેશ સાથે પોરબંદર થી કેવડિયા 517 કિલોમીટર ની સાયકલ યાત્રા

વડોદરા ની 15 વર્ષીય દીકરી સમીધા પટેલ ની “સ્વચ્છતા થી એકતા” ના સંદેશ સાથે પોરબંદર થી કેવડિયા 517 કિલોમીટર ની સાયકલ યાત્રા
સમીધા પટેલ ની સાયકલ યાત્રા ડભોઇ આવી પહોંચ તા ભારતિય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ફૂલહાર કરી સમ્માનિત કરવામાં આવી.
વડોદરા ના વારસિયા રિંગ રોડ ખાતે રહેતી 15 વર્ષીય સમીધા કલ્પેશભાઈ પટેલ સ્વછતા તેમજ એકતા નો સંદેશ પ્રત્યેક નાગરિક સુધી પહોંચે તે માટે સ્વચ્છતા ના તેમજ શાંતિ ના પ્રતીક ગાંધીજી ના જન્મ સ્થાન પોરબંદર થી એકતા ના પ્રતીક સમાન સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી 517 કિલોમીટર નો સાયકલ નો પ્રવાસ કર્યો હતો.વડોદરા ની દીકરી દ્વારા આઝાદી ના 75 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉજવવા માં આવતા આઝાદી ક અમૃત મહોત્સવ ના ભાગરૂપે સાયકલ પ્રવાસ કરી વિશ્વ ને સ્વચ્છતા શાંતિ અને એકતા નો સંદેશ આપ્યો હતો.પોરબંદર થી કેવડિયા સુધી ના સાયકલ પ્રવાસ દરમિયાન વડોદરા ની દીકરી સમીધા પટેલ નું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું અને સમીધા નો ઉત્સાહ વધારવામાં આવ્યો. તા 17/11/2021 ના રોજ સમીધા પટેલ ડભોઇ ખાતે આવી પહોંચતા ડભોઇ ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા શિનોર ચોકડી સર્કિટ હાઉસ ખાતે ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમીધા નો ઉત્સાહ વધાર્યો હતો.સાથે જ સમીધા ની સ્વચ્છતા થી એકતા તરફ ની હાકલ પ્રત્યેક ભારતીય નાગરિક સુધી પહોંચે તેવી આશા સાથે વિશ્વ ને સંદેશો આપ્યો હતો.આ પ્રસંગે સમીધા નો ઉત્સાહ વધારવા ડભોઇ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિન પટેલ વકીલ ,જિલ્લાના મહામંત્રી ડો. બી.જે. બ્રહ્મભટ્ટ,જિલ્લા ના ઉપ પ્રમૂખ મહેશ દાજી, ડભોઇ શહેર મહામંત્રી અમિત સોલંકીતેમજ અન્યા હોદ્દેદારો, કાર્યકર્તા ઓ હાજર રહ્યા હતા.
(
રીપોર્ટ :-ચિરાગ તમાકુવાલા લોકાર્પણ