દામનગર શહેરી જનતા દ્વારા મહુવા-સુરત ટ્રેન ના સ્ટોપ માટે માંગ

દામનગર મહુવા -સુરત ટ્રેન માટે લબડતી જનતા હવે ટોયલેટ માટે પણ લબડી રહી છે સ્ટેશન ખાતે નવું ટોયલેટ ક્યારે શરૂ થશે ?
દામનગર શહેરી જનતા મહુવા-સુરત ટ્રેન ના સ્ટોપ માટે લબડી રહી છે અને હવે જાહેર ટોયલેટ માટે રેલવે સ્ટેશન ખાતે બનાવેલ જાહેર ટોયલેટ ક્યારે શરૂ થશે ઘણા સમય થી નવું ટોયલેટ નિર્માણ કરાયું માત્ર લાઈટ ફિટીંગ વાંકે પડ્યું છે જાહેર સુવિધા માટે દામનગર રેલવે સ્ટેશન ખાતે નવું ટોયલેટ બન્યા ને ઘણો સમય થયો ડેમેજ થાય તે પહેલાં શરૂ થશે કે કેમ? ટોયલેટ નિર્માણ બાદ લાઈટ ફિટીંગ વાંકે બંધ રહેલ ટોયલેટ શરૂ ક્યારે કરાશે? ઘણા સમય મહુવા – સુરત ટ્રેન નો સ્ટોપ માંગતી જનતા હવે ટોયલેટ માટે પણ લબડી રહી છે મહિલા માટે તો વ્યવસ્થા છે જ નહીં ત્યારે રેલવે તંત્ર આ ટોયલેટ શરૂ કરે તેવી મુસાફરો માં માંગ ઉઠી રહી છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા