ચીતલ માં વિધાભારતી ટ્રસ્ટ આયોજિત બિપીન દેસાણી ના સહયોગથી નેત્ર અને દંત યજ્ઞ યોજાયો

ચીતલ માં વિધાભારતી ટ્રસ્ટ આયોજિત બિપીન દેસાણી ના સહયોગથી નેત્ર અને દંત યજ્ઞ યોજાયો
ચિતલ વિદ્યાભરતી ટ્રસ્ટ આયોજિત સંત શ્રીરણછોડદાસ બાપુ હોસ્પિટલ રાજકોટ અને વિદ્યાભારતી ટ્રસ્ટ ,ચિતલ દ્વારા ૭૬ નેત્રયજ્ઞ અને દંત યજ્ઞ બિપીનભાઈ દેસાણી ના સહયોથી જિલ્લા પંચાયત ના સભ્ય સુરેશભાઈ પાથરના અધ્યક્ષતામાં યોજયેલ જેનું ઉદઘાટન લૂણકી ખોડીયાર મંદિર મહંત બટુક ગિરિ મહારાજના હસ્તે કરવામાં આવેલ
કેમ્પ માં આંખ અને દાંત ના દર્દીઓ ની તપાસ અને સારવાર કરવામાં આવેલ અને ૩૨ દર્દીઓને મોતિયા ના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઇ જવામાં આવેલ
આ પ્રસંગે ખોડલ ધામના સમાધાન પંચ ના મનુભાઈ દેસાઈ, મોતીભાઈ કાનાણી સરપંચ જશવંતગઢ. સુખદેવસિંહ સરવૈયા, જે.બી. દેસાઈ , રઘુભાઈ સરવૈયા,અશ્વિનભાઈ ત્રિવેદી, રવજીભાઈ લીબાસિયા, હરિભાઈ રીજીયા,વગેરે ઉપસ્થિત રહેલ નેત્ર નિદાન કાર્યક્રમ નું સંચાલન ટ્રસ્ટના પ્રમુખ ઈતેશભાઈ મહેતા એ સ્વાગત પ્રવચન બીપીનભાઈ દવે , અને આભાર વિધિ સંજયભાઈ લીબાચિયા કરેલ કેમ્પ ને સફળ બનાવવા વિઠ્ઠલભાઈ કથરિયા,ખોડાભાઈ ધંધુકિયા, છગનભાઈ કાછડીયા, જીતુભાઈ વાઘેલા,દિવ્યેશભાઈ બોદર , છગનભાઈ દેસાઈ, દિનેશભાઈ મેસીયા,નરેન્દ્ર પરી,વગેરે જહેમત ઉઠાવી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા