ટંકારાની ઘુંનડા (ખાં) ગ્રામ પંચાયત સમરસ જાહેર

ટંકારાની ઘુંનડા (ખાં) ગ્રામ પંચાયત સમરસ જાહેર
Spread the love

સ્ત્રી સશક્તિકરણ : સરપંચ તરીકે આશાબેન કાસુન્દ્રા અને ઉપસરપંચ તરીકે રસીલાબેન જીવાણીની વરણી

મોરબી : મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વધુ એક ગ્રામ પંચાયત સમરસ થઈ છે. જેમાં ટંકારાની ઘુંનડા (ખાં) ગ્રામ પંચાયતની ચૂંટણીને સમરસ જાહેર કરવામાં આવી છે. સમસ્ત ગ્રામજનો દ્વારા આ ગ્રામ પંચાયતને સમસર કરવાનો નિર્ણય જાહેર કરી ઘુંનડા (ખાં) ગામના સરપંચ તરીકે આશાબેન કાસુન્દ્રા અને ઉપસરપંચ તરીકે રસીલાબેન જીવાણીની વરણી કરવામાં આવી છે.

મોરબી જિલ્લાની આગામી સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે સમરસ થયેલી ગ્રામ પંચાયતને વધુ વિકાસ કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવાથી મોરબી જિલ્લાની વધુને વધુ ગ્રામ પંચાયતો સમરસ બને તે માટે આગેવાનો દ્વારા અથાક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેમાં હવે વધુને વધુ સફળતા મળી રહી છે અને વધુ એક ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઈ છે. જેમાં ટંકારાની ઘુંનડા (ખાં) ગ્રામ પંચાયતની ચૂંટણીને સમરસ જાહેર કરીને સ્ત્રી સશક્તિકરણનું ઉમદા ઉદાહરણ આપવામાં આવ્યું છે. ગ્રામજનો અને આગેવાનોના સહિયારા સાર્થક પ્રયાસથી આ ગામ પંચાયતને સમરસ જાહેર કરી ઘુંનડા (ખાં) ગામના સરપંચ તરીકે આશાબેન કાસુન્દ્રા અને ઉપસરપંચ તરીકે રસીલાબેન જીવાણી તેમજ તમામ સાત સ્ત્રી સભ્યોની પેનલ વરણી કરવામાં આવી છે.

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

IMG-20211129-WA0005-2.jpg PicsArt_11-29-04.33.27-0.jpg 16-28-48-PicsArt_09-29-08.23.15-1024x629-1.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!