પાંચ જિલ્લામાં હદપાર કરાયેલ મોરબીનો શખ્સ ઝડપાયો

પાંચ જિલ્લામાં હદપાર કરાયેલ મોરબીનો શખ્સ ઝડપાયો
Spread the love

મોરબી : ગુન્હાહિત પ્રવૃત્તિ કરવા બદલ મોરબી સહિત પાંચ જિલ્લામાંથી હદપાર કરાયેલો શખ્સ મોરબીમાં હોવાની બાતમીને આધારે પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વિશિપરા વિસ્તારમાં રહેતા અબુભાઇ ફતેમામદ કટીયાને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ મોરબીના હદપારી કેસ નંબર ૪૫/૨૦૧૯ તથા રજી.નંબર ૧૩/૨૦૨૧ તા.૧૨/૦૭/૨૦૨૧ ના હુકમથી મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ-ભુજ જિલ્લાઓમાંથી હુકમ તારીખ થી ૧૨ મહીના માટે હદપાર કરેલ હોવા છતા મોરબી જિલ્લાની હદમાં મળી આવતા પોલીસે હદપારી હુકમનો ભંગનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

16-28-48-PicsArt_09-29-08.23.15-1024x629.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!