ઓનલાઇન પ્રેમી માટે પતિ-બાળકોને તરછોડનાર પરિણીતાનું સાસરીયા સાથે મિલાપ કરાવતી મોરબી અભયમ ટીમ

ઓનલાઇન પ્રેમી માટે પતિ-બાળકોને તરછોડનાર પરિણીતાનું સાસરીયા સાથે મિલાપ કરાવતી મોરબી અભયમ ટીમ
Spread the love

પરપુરુષ સાથે સોસીયલ મીડિયાથી પ્રેમસંબંધ બંધાયો પણ યુવકે સાથ ન આપતા યુવતીની હાલત કફોડી થયેલી

મોરબી : સોસીયલ મીડિયાના પ્રભાવથી પતિ તથા બાળકોને તરછોડીને નીકળેલ યુવતીનું 181 અભયમ ટીમે કાઉન્સેલિંગ કરી સાસરિયામાં પરત મોકલવામાં આવી છે. આમ, 181 અભયમ હેલ્પલાઈન ટીમ દ્વારા યુવતીનુ ઘર બરબાદ થતાં બચવાયું હતું.

મોરબી સીટીમાંથી એક સજ્જન દ્વારા 181 પર કોલ કરી જણાવ્યું કે 4 ક્લાકથી એક યુવતી તેના બાળકને લઈને અહીં આવી ગયેલ છે. અમે ઘણી પૂછપરછ કરી પરંતુ તે કઈ પણ જણાવવા તૈયાર નથી. આથી, અમે આજુબાજુમાં પૂછપરછ કરી તેના પિયર તથા સાસરીયા વાળાને બોલાવ્યા છે. પરંતુ બહેન તેની વાત પણ સાંભળવા તૈયાર નથી અને તેની સાથે પણ જવા તૈયાર નથી.આ વાત જાણી તુરંત મોરબી 181 ટીમના કાઉન્સેલર રસીલાબેન કુંભાણી, પોલીસ શારદાબેન તથા પાયલોટ મિતેશભાઈ સ્થળ પર પહોંચ્યા અને પીડિતાનું કાઉન્સેલિંગ કર્યુ. કાઉન્સેલિંગ કરતા ચોંકાવનારી વાત સામે આવી. પીડિતાએ જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી સોશિયલ મીડિયા દ્વારા એક પુરુષના કોન્ટેક્ટમાં છે અને એક વર્ષથી તેમની સાથે પ્રેમસંબંધ છે. અને ત્યારબાદ બન્નેએ ઘર છોડીને ભાગી જવાનું નકકી કર્યું હતું. આથી, પીડિતા કોઈને પણ જાણ કર્યા વિના ઘર છોડીને નીકળી ગયા હતા. પરંતુ તે પુરૂષ તેની સાથે ન આવતા અને ફોન પર પણ કંઈ જ જવાબ ના આપતા બહેનની પરિસ્થિતિ ખરાબ થઈ હતી.અને હવે શું કરવું કંઈ રસ્તો સૂઝતો ન હતો.

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

IMG-20210308-WA0008-0.jpg 16-28-48-PicsArt_09-29-08.23.15-1024x629-1.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!