મોરબી ડ્રગ્સ કેસ : વધુ બે આરોપીને એટીએસએ ઝડપ્યા ૧૨ દિવસના રિમાન્ડ પર

મોરબીના ઝીઝુડા ગામેથી ગત તારીખ ૧૪ ના રોજ ઝીઝુડા ગામેથી ૬૦૦ કરોડના ડ્રગ્સ જથ્થો સાથે ત્રણ શખ્સો ઝડપાયા હતા જેમાં એટીએસ ની ટીમ સતત તપાસ કરી રહી છે જેમાં અત્યાર સુધી કુલ ૧૩ આરોપી ઝડપ્યા છે જેમાં આજે ૨ આરોપી રિમાન્ડ સાથે કોર્ટમાં રજુ કર્યા હતા જેના કોર્ટે ૧૨ દિવસના રિમાન્ડ મજુર કર્યા છે.
બનાવની મળતી વિગત મુજબ મોરબી તાલુકાના ઝીઝુડા ગામે ડ્રગ્સનો મોટો જથ્થો હોવાની બાતમી આધારે ગત તારીખ 14 ના રાત્રીના સમયે એટીએસની ટીમે ઝીઝુડા ગામે દરોડા પાડયો હતો જ્યાંથી એટીએસની ટીમે ૬૦૦ કરોડ ડ્રગ્સ સાથે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા અને ત્યાર બાદ સતત એટીએસ આ અગે તપાસ કરી રહી હતી જેમાં ત્યાર બાદ વધુ ચાર આરોપીને પાસેથી ૧૨૦ કરોડનો ડ્રગ્સનો જ્થ્થો જપ્ત કર્યો હતો અને આગળ તપાસ કરતા વધુ ચાર આરોપીને ઝડપી લીધા હતા જેની પાસેથી ૩.૫ કરોડોનો જથ્થો જપ્ત કર્યોં હતો અને આ કેસમાં એટીએસ ની ટીમ સતત તપાસ કરતી હોવાથી વધુ જેટલા આરોપી સ્ડોવાયલા તેને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરતા જેમાં વધુ બે આરોપી જાબીયર ઉર્ફે જાવીદ રહે સાંચલા અને ૨ રસજેરાવ કેશવરાજ ગરડ રહે પુના વાળાને ઝડપી લીધા હતા અને આ બને આરોપીઓને આજે મોરબી કોર્ટેમાં રજુ કરવામાં આવ્યા હતા જેમાં જે અગેની તપાસ કરી રહેલા એટીએસના પી.આઈ. સી.આર.જાદવે જણાવ્યું હતું કે આરોપી જાબીયર દરિયા માર્ગે ૧૦૦ કિલો જેટલો ડ્રગ્સ નો જથ્થો લાવ્યો હતો અને રસજેરાવ કેશવરાજ ગરડ થોડો થોડો જથ્થો આવીને લઇ જતો હતો અને તે ગ્રાહકો સુધી પોહચાડતો તેની કીમત રૂપિયા ૫૦૦ કરોડનો હતો જેથી આ જથ્થો ક્યારે કેટલો પોહચાડ્યો તેની કઈ બોટોમાં લઈ આવાવમાં આવ્યો હતો કેવી રીતે સપ્લાય કરાતો તેની માહિતી મેળવાના મુદે મોરબી કોર્ટેમાં એટીએસ 14 દિવસના રિમાન્ડ સાથે કોર્ટેમાં રજુ કરવમાં આવ્યો હતો જેમાં સરકારી વકીલ સંજયભાઈ દવે ધારદાર દલીલોને ધ્યાનમાં રાખી કોર્ટે બને આરોપીઓના ૧૨ દિવસના રિમાન્ડ મજુર કર્યા છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી