મોરબીના લીલાપર રોડ પરના રહેણાંક મકાન માંથી અફીણના જથ્થા સાથે બે ઝડપાયા

વિશ્વમાં યુવાનો નશીલા દ્રવ્યોના રવાડે ચડ્યા છે તો અસામાજિક તત્વો નશીલા દ્રવ્યોનો વેપાર કરીને યુવાધનને બરબાદ કરી રહ્યા છે જેને રોકવા માટે પોલીસ પણ સતત પ્રત્યન કરી રહી છે ત્યારે મોરબીના લીલાપર રોડ પર સાત હનુમાન સોસાયટીમાં રહેણાંક મકાનમાં અફીણનું વેચાણ થતું હોય જેથી મોરબી પોલીસે દરોડો પાડીને ત્યાંથી ૨ શખ્સોને અફીણના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે
મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ પર સાત હનુમાન સોસાયટી બ્લોક ૮૪ અને મૂળ પંચાસર ગામનો વતની લાખુભા મહોબતસિંહ ઝાલા પોતાના મકાનમાં અફીણનું વેચાણ કરે છે અને આરોપી ભૈરોબક્સ રાજકુમાર ગરવાલ રહે- હાલ મોરબી કાલિકા પ્લોટ ગુરુદ્રાર રામસિંગ સરદારજીના મકાનમાં અને મૂળ ઉતરપ્રદેશ ત્યાં અફીણ ખરીદવા ગયેલ હોવાની બાતમીના આધારે એસઓજી ટીમે દરોડો પાડી આરોપી લાખુભા ઝાલાના મકાનમાંથી અફીણ ૩૧૦ ગ્રામ કીમત રૂ.૩૧,૦૦૦ તથા રોકડ રૂ.૧૦,૧૬૦ તથા મોબાઈલ નંગ-૨ કીમત રૂ.૫૫૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ. ૪૬,૬૬૦ ના મુદામાલ સાથે આરોપી લાખુભા ઝાલા અને ભૈરોબક્સ ગરવાલને ઝડપી પાડી એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તો સુરેન્દ્રનગર જીલ્લાના બાવળી ગામે રહેતો રમુભા ગઢવીનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા વધુ તપાસ ચલાવી છે તો આ બનાવ અંગે વધુ તપાસ માળિયા પીએસઆઈ એન એચ ચુડાસમા ચલાવી રહ્યા છે
રીપોર્ટ :- જનક રાજા, મોરબી