ગાંધીનગર ના સરઢવ ગામની રેવાબાઇ જનરલ હોસ્પિટલમાં પથરીનુ સફળ ઓપરેશન.

ગાંધીનગર જિલ્લા ના સરઢવ ગામમાં અલગ કિસ્સો જોવા મળ્યો. સરઢવ ગામની રેવાબાઈ જનરલ હોસ્પિટલમાં પથરી નહીં પરંતુ પથરાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું. ગામના ૫૦ વર્ષના રહેવાસી શંકરજી ઠાકોર ના પેટમાં કેટલાક દિવસથી દુખાવો ઉપડયો હતો. દુખાવો થતાં અનેક ઘરેલુ ઉપચાર કર્યા પરંતુ કોઈ રાહત ન થતાં તેઓએ હોસ્પિટલમાં જઈને સોનોગ્રાફી કરાવવાનો નિર્ણય કર્યો હતો. સોનોગ્રાફી કરાવ્યા બાદ જાણવા મળ્યું કે તેમની કિડનીમાં ૮ સેન્ટીમીટર ની પથરી છે. આ સમાચાર સાંભળીને તેમના ઘરમાં અને પરિવાર માં ચિંતા નું મોજુ ફરી વળ્યુ હતું પરંતુ રેવાબાઈ જનરલ હોસ્પિટલ ના કુશળ ડો, હિતેષભાઇ પટેલે તેમની ચિંતા હળવી કરી અને કહ્યું કે પથરીનું ઓપરેશન કરવું પડશે. ત્યારબાદ ડોક્ટરે ઓપરેશન કરીને તેમની કિડની અંદરથી ૮ સેન્ટીમીટર ની પથરી કાઢી દીધી આ સફળ ઓપરેશન બાદ શંકરજી ને દર્દમાંથી મુક્તિ મળી સાથેજ પરિવારે ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફ નો આભાર માન્યો.