બનાસ ડેરી દ્વારા લાભાર્થી ઓને સહાય નાં ચેક અર્પણ કરાયા

દુધાળા પશુઓનું ડેરી એકમ સ્થાપીને જિલ્લાના ખેડૂતો અને પશુપાલકો “આત્મનિર્ભર” બને તે માટે સરકારશ્રીની પશુ ડેરી ફાર્મ યોજના અંતર્ગત આજે બનાસડેરીએ ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ૬૦૮ લાભાર્થીઓને ૧૧ કરોડની સહાયના ચેક અર્પણ કર્યા હતા.
બનાસ મેડીકલ કોલેજ મોરિયા ખાતે ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લામાં પશુદિઠ સૌથી વધુ દૂધ ઉત્પાદન મેળવનાર કર્મયોગી બહેનોને પણ રોકડ ઇનામ આપીને સન્માનવામાં આવી હતી. એજ પ્રમાણે કુત્રિમ બીજદાન ક્ષેત્રે સુંદર કામગીરી કરનાર એ.આઈ.કર્મચારીઓને પણ રોકડ ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શ્રી દિલીપભાઈ દેશમુખ તેમજ બનાસ ડેરીના નિયામક મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ :જનકસિહ વાઘેલા (થરાદ)