સમસ્ત બ્રહ્મ સમાજ ભેસાણ તાલુકાના સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

તારીખ – 2/12/2021 ના સાંજે સમસ્ત બ્રહ્મ સમાજ ભેસાણ તાલુકાના સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ મા
સમસ્ત બ્રહ્મ સમાજ ભેસાણ તાલુકા ની મુખ્ય પાંખ, યુવા પાંખ અને મહિલા પાંખ ની વરણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય પાંખ ના પ્રમુખ તરીકે રેનીશભાઈ મહેતા અને મહામંત્રી તરીકે અમિતભાઈ વેગડા ની વરણી કરવામાં આવી હતી. તેવી જ રીતે યુવા પાંખ ના પ્રમુખ તરીકે મેહુલભાઇ પંડયા અને મહા મંત્રી સુધીરભાઇ શિલુ તેમજ મહિલા પાંખ ના પ્રમુખ તરીકે દર્શનાબેન વેગડા અને મહા મંત્રી તરીકે દક્ષાબેન જોષી ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં બરવાળા આશ્રમ ના મહંત શ્રી જટાબાપુ, સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ના ટ્રસ્ટી શ્રી હસુભાઈ જોષી, જુનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ, કે. ડી. પંડ્યા સાહેબ, મહામંત્રી મહેશભાઈ જોશી, યુવા પાંખ ના પ્રમુખ મેહુલભાઇ દવે, મહામંત્રી રવિભાઈ ઠાકર,વિસાવદર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ ના પ્રમુખ શ્રી ગિજુભાઈ વીકમા, જુનાગઢ મહિલા પાંખ ના પ્રમુખ રૂપલબેન લખલાણી, ભેસાણ તાલુકા ના પૂર્વ પ્રમુખ શશિભાઈ વ્યાસ,પૂર્વ પ્રમુખ બટુક બાપા, જુની કારોબારી ના સભ્યો તથા પંકજભાઈ વેગડા,સુરેશભાઈ જેન્તીભાઈ, કમલેશભાઈ, ખીમજીભાઈ વિગેરે મળી ને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. ભેસાણ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજની મીટીંગ તેમજ ભોજન સમારંભ અમિતભાઇ ભાઈશંકરભાઈ વેગડા- ચુડા વાળા ના યજમાન પદે યોજવામાં આવેલ…