ઉપલેટા માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરોની ચૂંટણી સંદર્ભે ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરાઈ
રાજકોટ જિલ્લાના ઉપલેટા માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરોની થોડા સમય પહેલા ચૂંટણી યોજવામાં આવી હતી જે ચૂંટણી માં તમામ ડિરેક્ટરો ભારતીય જનતા પાર્ટી ના ચૂંટાયા હતા. જે ચૂંટાયેલા ઉમેદવારો માંથી પ્રથમ અઢી વર્ષ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ યોજાયેલ ચૂંટણી સંદર્ભે ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ દ્વારા પ્રથમ અઢી વર્ષ માટે ચેરમેન તરીકે જયંતીભાઈ બરોચિયા, તેમજ વાઇસ ચેરમેન તરીકે હરિભાઈ ઠુંમર ની બિન હરીફ વરણી કરવામાં આવી હતી.
આ ચૂંટણી પ્રક્રિયા તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા તેમજ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા, ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બન્નેની ઉપસ્થિતિ માં ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરતા જયેશભાઇ રાદડિયા , મનસુખભાઇ ખાચરિયા તેમજ માર્કેટિંગ યાર્ડ ના તમામ આગેવાનો દ્વારા બન્નેનું સ્વાગત કરી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
રિપોર્ટ:-વિપુલ ધામેચા
ઉપલેટા