ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર ના પરિવાર ના સભ્ય ડો.મનીષભાઈ વકીલ દ્વારા 65 મુ રક્તદાન કરવા માં આવ્યું

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર ના પરિવાર ના સભ્ય ડો.મનીષભાઈ વકીલ દ્વારા 65 મુ રક્તદાન કરવા માં આવ્યું
ભાવનગર ના જાણીતા તબીબ અને અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાઈ ને માનવતા ની સેવા કરનાર રેડક્રોસ ભાવનગર ના આપણાં પરિવાર ના સભ્ય એવા ડો.મનીષભાઈ નિર્મળભાઈ વકીલ દ્વારા તેમનું 65 મી વખત નું રક્તદાન ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દિવનપરા રોડ ખાતે આવેલ શ્રી ઉત્તમ એન ભુતા – રેડક્રોસ બ્લડ સેન્ટર (બ્લડ બેન્ક) ખાતે આવી ને કર્યું હતું.
ડો મનીષભાઈ ના રક્તદાન સમયે રેડક્રોસ સોસાયટી ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સન્માન પણ કરવા માં આવ્યું હતું. ડો મનીષભાઈ વકીલ દ્વારા તેમની પ્રતિક્રિયા માં નિયમિત દર 3 મહિને રક્તદાન કરી ને માનવ જિંદગીઓ બચાવવા માટે લોકો ને અપીલ કરી હતી.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા