જેતપુરના સરધારપુર અને પેઢલા ગામની સીમ વિસ્તારમાં સવારે સિંહોએ ગાયની મિજબાની માણી

જેતપુરના સરધારપુર અને પેઢલા ગામની સીમ વિસ્તારમાં સવારે સિંહોએ ગાયની મિજબાની માણી
રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં છેલ્લા ઘણા સમયથી વનરાજાઓ જંગલ છોડીને આંતક મચાવી રહ્યા છે. હાલમાં ખેડૂતો રવિપાકના વાવેતર કરી રહ્યા છે. તો બીજી તરફ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ પરિવારના ધામાને લઈને ખેડૂતોમાં તેમજ લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જેતપુર તાલુકાના સરધારપુર અને પેઢલાની સિમ વિસ્તારમાં સવારે સિંહોએ ગાયની મિજબાની.માણી હતી.
છેલ્લા ઘણા દિવસથી જેતપુર ગ્રામ્યમાં સિંહ જોવા મળી રહ્યાં હતા. પરંતુ ગઈ રાત્રીએ જેતપુરના પાસે આવેલ સરધારપુર અને પેઢલા ગામની સીમ વિસ્તારમાં વાડી મલિક ભરતભાઇ ખાચરિયા ની વાડીમાં બહાર બાંધેલ 2 બળદ અને 2 ગાયો પર ત્રણ સિંહો જેમાં એક નર તેમજ બે માંદાએ રાત્રીના પાંચ વાગ્યાના અરસામાં મારણ કરી મિજબાની માણી હતી.મારણ કરતા પશુપાલકો અને ખેડૂતોમાં ભય ફેલાયો છે.આ વાતની જાણ કરતા રેન્જ ફોરેસ્ટ અધિકારીઓ મોડે મોડે ઘટના સ્થળે પહોંચ્યા હતા.
આ પંથકમાં ઘણા સમયથી સિંહોએ ધામા નાખતા ખેડૂતોને વાડી વિસ્તારમાં ખેતી કામ કરવા જવામાં ભય ફેલાઈ ગયો છે.ખેડૂતો પોતાના ખેતરે ખેતી કરવા જઇ શકતા નથી. રવિ સીઝન હોવાથી ખેડૂતો રાત્રી દરમિયાન ખેતરમાં પિયત પણ નથી કરી શકતા.તમેજ ખેતરોમાં મજૂરો પણ પોતાના પરિવારને લઈને હિજરત કરવા લાગ્યા છે.આ બાબતે ખેડૂતોએ તંત્ર પાસે દિવસનો લાઈટ આપે તેવી માંગણી કરી.રહ્યાં છે.તેમજ ખેડૂતોએ સંબંધિત વનતંત્ર તાકીદે વનરાજાઓનું લોકેશન મેળવી જેતપુર પંથકની જનતા, પશુપાલકો અને ખેડૂતોને સલામતી બક્ષે તેવી ખેડૂતો દ્વારા માંગ ઉઠવા પામી છે. ગ્રામ્ય વિસ્તારમાં જાણે કે વનરાજોનું ઘર બની ગયું હોય તેવું લાગે છે કારણે કે છેલ્લા ઘણા સમય થી સિંહના ધામા જોવા મળી રહ્યા છે.
રિપોર્ટ : વિક્રમસિંહ ચુડાસમા જેતપુર