દેશ ની સૌથી વામવય ની દીકરી અન્વી ઝાંઝરુકીયા ને મહામાહિમ ના હસ્તે નેશનલ ડીસેબીલીટી ચાઇલ્ડ એવોર્ડ એનાયત કરાયો

દેશ ની સૌથી વામવય ની દીકરી અન્વી ઝાંઝરુકીયા ને મહામાહિમ ના હસ્તે નેશનલ ડીસેબીલીટી ચાઇલ્ડ એવોર્ડ એનાયત કરાયો
“કોણે કહ્યું કે નસીબ વિના ના આદરેલા બધા આડા પડે છે પ્રયત્ન ના અંતે તો ધોધ નીચે ના પથ્થરો પણ ખાડા પડે છે અડગ મન થી સંઘર્ષ ના અંતે ઘડિયાળ ના કાંટા પણ પાછા પડે છે”
સુરત દેશ ની સૌથી વામવય ની દીકરી ને અન્વી ઝાંઝરુકીયા ને મહામાહિમ ના હસ્તે નેશનલ ડીસેબીલીટી ચાઇલ્ડ સમગ્ર ગુજરાત માટે ગૌરવીંત અન્વી સુરત સ્થિત સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ ની બ્રાન્ડ એમ્બેસેટર છે અને પોતે વિકલાંગ હોવા છતાં વિકલાંગો ના ઉચ્ચતર જીવન માટે સમર્પિત છે તા૩/ ડિસેમ્બર ના રોજ દિલ્હી ખાતે એમને
મહામાહિમ ભારત ના રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ એનાયત કરાયો હતો રાષ્ટ્રીય સન્માન મેળવી તેવો પુનઃ સુરત પધારતા ૧૩ વર્ષની દીકરી ને સત્કારવા મેયર ધારાસભ્ય સહિત અસંખ્ય સંસ્થા ઓ ઉપસ્થિત રહી હતી સુરત ની સંસ્થા સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ ની બ્રાન્ડ એમ્બ્રેસેડર અન્વી ઝાંઝરુકીયા ને દેશના મહામહીમ રાષ્ટ્રપતી શ્રી રામનાથ કોવીંદજીના હસ્તે દીલ્હી ખાતે તારીખ ૩/૧૨/૨૦૨૧ ના રોજ નેશનલ ડીસેબીલીટી ચાઇલ્ડ એવોર્ડ પ્રાપ્ત થયો છે જે તારીખ ૫/૧૨/૨૦૨૧ ના રોજ સવારે ૬ઃ૩૦ કલાકે સુરત એરપોર્ટ ખાતે આગમન મા સુરત શહેરના પ્રથમ નાગરીક અને મેયર હેમાલિબેન બોધાવાલા કામરેજ ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા અને સુદામા ચેરીટેબલ ટ્રસ્ટના યુવાનો અને ઝાંઝરુકીયા પરીવાર દ્વારા પોલીસ બેન્ડ સાથે સ્વાગત કરવામા આવ્યુ હતુ. અને આ દીકરી ભારતની સૌથી નાની વયની ઉંમરે મહામાહિમ રાષ્ટ્રપતી ભારત સરકાર નું ગૌરવંતુ સન્માન પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાત નું ગૌરવ વધાર્યું છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા