અંક્લેશ્વર શહેરમાં ડોર ટુ ડોર મોબાઈલ વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું

અંક્લેશ્વર શહેરમાં ડોર ટુ ડોર મોબાઈલ વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું
Spread the love

અંક્લેશ્વર શહેરમાં ડોર ટુ ડોર મોબાઈલ વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું

રોટરી ક્લબ, તાલુકા આરોગ્ય વિભાગ અને નગરપાલિકા ના સહયોગથી
ડોર ટુ ડોર અભિયાન હાથ ધરાયું

ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે વેક્સિનેશન મોબાઈલ વાનને પ્રસ્થાન કરાવ્યું

ભરૂચઃ ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર શહેરમાં લોકોને ઘરઆંગણે કોવિદ વેક્સીન મળી રહે અને શહેરના તમામ લોકોનું વેક્સિનેશન થાય તે માટે રોટરી ક્લબ ઓફ અંક્લેશ્વર, તાલુકા આરોગ્ય વિભાગ અને નગરપાલિકા ના સંયુક્ત ઉપક્રમે ડોર ટુ ડોર મોબાઈલ વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહી મોબાઈલવાનને પ્રસ્થાન કરાવ્યું હતું.
અંક્લેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ, નગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ અંક્લેશ્વર ના સંયુક્ત ઉપક્રમે લોકોને ઘર આંગણે કોવિડ વેક્સિન મળી રહે અને ૧૦૦ ટકા વેક્સિનેશન થાય તે માટે એક ભગીરથ કાર્ય દ્વારા ડોર ટુ ડોર વેક્સિનેશન મોબાઈલવાન દ્વારા કોવિડ વેક્સિનેશન અભિયાન હાથ ધર્યું હતું.
આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી રમેશભાઈ ભગોરા, નગરપાલિકા પ્રમુખશ્રી વિનયભાઈ વસાવા, તાલુકા આરોગ્ય અધિકારી સુશાંત કઠોરવાલા, રોટરી ક્લબના જીગ્નેશ પટેલ અને અશોક પંજવાણી સહિત આરોગ્ય વિભાગનો સ્ટાફ અને નગર પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

 

રિપોર્ટ : મનિષ કંસારા

IMG-20211207-WA0046.jpg

Admin

Manish Kansara

9909969099
Right Click Disabled!