દેવભૂમિ દ્વારકામાં પોલીસની ખોટી ઓળખ આપનાર શખ્સ સામે ફરીયાદ : આરોપીને સકંજામાં લેતી દ્વારકા પોલીસ

દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતી એક યુવતીના ઘરે એક સપ્તાહ પૂર્વે આવેલા એક શખ્સે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી, ધાક ધમકી આપીને તેણીના કામ કરવાના સ્થળ જેસી મોલના શેઠ વિશે મોબાઈલમાં ખોટું બયાન અપાવવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. બુધાભાઇ ઉર્ફે બ્રીજેશભાઇ શીયાભાઇ ચાસીયા જાતે અનુ.જાતી ઉ.વ.26 રહે. બાટીસા, દ્વારકા. તે આરોપી દ્વારકા અંબુજાનગર, નવમાળીયા પાસે, સ્વામીનારણ મંદીરની પાછળ પોલીસની ઓળખ આપી છેલ્લા થોડા સમયથી ભાડાના મકાનમાં રહેતો હતો.
તા. 3.12.21ના રોજ સાંજના સમયે દ્વારકા પો.સ્ટે.ના પો.ઇન્સ. પી.બી.ગઢવી ની સુચનાથી દ્વારકા પો.સ્ટે. ના પો.સ્ટાફના માણસો પો.સબ ઇન્સ. બી.એચ. જોગલ તથા પો.હેડ કોન્સ. મહીરાજદાન મનહરદાન ગઢવી તથા દેવેન્દ્રસિંહ જગદીશસિંહ જાડેજા તથા પો.કોન્સ. પીઠાભાઇ નગાભાઇ ગોજીયા વિગેરે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સાથેના પો.હેડ કોન્સ. મહીરાજદાન મનહરદાન ગઢવી તથા દેવેન્દ્રસિંહ જગદીશસિંહ જાડેજા તથા પો.કોન્સ. પીઠાભાઇ નગાભાઇ ગોજીયા ખાનગી રાહે હકિકત મળેલ દ્વારકા પો.સ્ટે. નકલી પોલીસ તરીકેના ઓળખ આપવા બાબતે ગુન્હો દાખલ થયેલ હોય તે ગુન્હાનો આરોપી હાલ દ્વારકા બીરલા પ્લોટ વિસ્તારમાં છે જે હકિકત મળતા પો.સ્ટાફના માણસો સાથે હકિકત વાળી જઇ મજકુર આરોપીને પકડી પાડેલ છે અને તેની પુછપરછ દરમ્યાન જણાવેલ કે મજકુર ઇશમ કે છેલ્લા થોડા સમયથી પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી દ્વારકા તથા મીઠાપુર ના આજુબાજુના વિસ્તારમાં અલગ અલગ નામથી પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી રહેતો હતો. અને તેની રહેણી કહેણી તથા પહેવેશ તથા માથાના વાળ પોલીસ કટ રાખી ફરતો હતો.
ફરીયાદી જે જગ્યાએ દ્વારકા જે.સી. માર્ટમાં નોકરી કરતી હોય ત્યાં તા. 20.11.21 તથા તા.23.11.21ના પણ આરોપી ગયેલ હતો અને બાદ તા-26.11.21 ના રોજ ફરીયાદીના ઘરે જઇ તેના માતા-પિતા ત્યાં ઘરે હોય તેની પોતે પોલીસ ખાતામાં નોકરી કરે છે અને સોલંકી પોતાનું નામ છે અને ખંભાળીયા નોકરી કરે છે તેવી ઓળખ આપી ફરીયાદીને ઘરે બોલાવી આરોપીએ પોતાના મોબાઇલમાંથી બળજબરી પૂર્વક ફરીયાદીના કોલ રેકોડીંગ કઢાવી લઇ બાદ ફરીયાદી જેસી માર્ટમાં નોકરી કરે છે ત્યાં અન્ય છોકરીઓ નોકરી કરતી હોય તે છોકરીઓ ને ફરીયાદીના શેઠ ખરાબ કામ માટે બહાર મોકલતા હોવાનુ બળજબરી પૂર્વક ફરીયાદી પાસે આરોપીએ બોલાવડાવી અને તેના શેઠ પાસેથી પૈસા પડાવવા ના ઇરાદે ઠગાઇ કરવાના હેતુથી પોતે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી રાજ્ય સેવકનું ખોટુ નામ ધારણ કરી પોતાના મોબાઇલ ફોનમા વીડીયો રેકોડીંગ કરી અને આ વાત કોઇને કહીશ તો તને તથા ફરીને તથા તેના માં બાપ ને જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહેલ હોય આરોપી વિરૂધ્ધ અગાઉના ગુન્હા નં.(1) સને-2014 માં દ્વારકા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.66/2014 ઇ.પી.કો. 354, 323, 427, 504, 506, 114 તથાનં.(2) સને-2020 માં મીઠાપુર પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.0031/ 2020 ઇ.પી.કો.323, 324, 325, 504, 506 (2) ,114 મુજબના ગુન્હા નોંધાયેલ છે.