લીંબડી ધંધુકા હાઈવે પર ગોપાલનગર નજીક ચેઈન સ્નેચીગનો બનાવ બન્યો

લીંબડી ધંધુકા હાઈવે પર ગોપાલનગર નજીક ચેઈન સ્નેચીગનો બનાવ બન્યો
બનાવના ભોગ બનનાર પ્રભાબેન ભરતભાઈ લકુમ જણાવ્યા પ્રમાણે જેઓ ધંધુકાથી લગ્નપ્રસંગેથી પરત લીંબડી આવતા હતાં ત્યારે અચાનક ચિલઝડપે સ્નેચર પોતાના ઇરાદા સફળતા મેળવી પુર ઝડપે બાઇક સાથે ફરાર થયો
તેમજ વધુમાં જણાવ્યું હતું કે મેં એક સોનાનો સેટ અને સોનાનો ચેઈન પહેરેલ જે એક બાઈક સવાર ચાલુ બાઈકે મારી પાછળથી આવી અને ચેઈન અને સેટ ખેચી નાસી છૂટયો ત્યારે આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ વિસ્તારમાં આજુબાજુ માં આવેલા CCTV ફુટેજ ચેક કરવાની કવાયત હાથ ધરી છે અને ફરાર ચેઈન સ્નેચરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે
રિપોર્ટ : કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર