ડભોઇ ટાવર ચોક ખાતે સી.ડી.એસ.જનરલ બિપિન રાવત સહીત સ્વર્ગસ્થ વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ડભોઇ ટાવર ચોક ખાતે સી.ડી.એસ.જનરલ બિપિન રાવત સહીત સ્વર્ગસ્થ વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
ભારત દેશ ના લશ્કરી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સી.ડી.એસ) બિપીન રાવત તેમજ તેઓની સાથે અન્ય 11 સૈન્ય અધિકારીઓ ની હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થતા સમગ્ર દેશ માં ઘેર શોક ની લાગણી છવાયી જવા પામી છે.ડભોઇ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા સહિત ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદરો દ્વારા ટાવર ચોક ખાતે વીર શહીદો ને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ડભોઇ ટાવર ચોક ખાતે બિપીન રાવત સહિત શહીદો ને દીપ પ્રગટાવી 2 મિનિટ નું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.આ પ્રસંગે વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ વકીલ ડભોઇ ભાજપ ના શહેર પ્રમુખ ડો.સંદીપભાઈ શાહ,ડભોઇ નગરપાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી,ભાજપ મહામંત્રી વંદન પંડ્યા, અમિત સોલંકી,ડભોઇ યુવા ભાજપ ના પ્રમુખ આકાશ પંડ્યા,મહામંત્રી પ્રેમલ પટેલ,સહિત હોદ્દેદરો કાર્યકરો સહિત ભાજપ ના આગેવાનો તેમજ નગરજનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.અને શહીદો અમર રહો ના નારા સમગ્ર વિસ્તાર માં ગુંજી ઉઠ્યા હતા.
રીપોર્ટ:- ચિરાગ (રાજુ ઘેટી)