લાઠી તાલુકાના શેખપીપળીયા થી ચાંવડ ૭૫ લાખના ખર્ચે રીકાર્પેટ કરાયો ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની સફળ રજુઆત

લાઠી તાલુકાના શેખપીપળીયા થી ચાંવડ ૭૫ લાખના ખર્ચે રીકાર્પેટ કરાયો ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની સફળ રજુઆત
Spread the love

લાઠી તાલુકાના શેખપીપળીયા  થી ચાંવડ ૭૫ લાખના ખર્ચે રીકાર્પેટ કરાયો
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની સફળ રજુઆતના કારણે કામગીરીનો પ્રારંભ

લાઠી તાલુકાના શેખપીપળીયા થી ચાંવડ ૭૫ લાખના ખર્ચે રીકાર્પેટ કરાયો
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની સફળ રજુઆતના કારણે કામગીરીનો પ્રારંભ
આગામી દિવસોમાંમાં લાઠી બાબરા વિસ્તારના રોડ રસ્તાઓના કામ શરૂ કરવા કોન્ટ્રાકરને ધારાસભ્ય દ્વારા તાકીદ કરાય
બાબરા લાઠી અને દામનગર વિસ્તારમાં જિલ્લા પંચાયત હસ્તક તેમજ સ્ટેટ હસ્તકના માર્ગો ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર રાજ્ય સરકારમાં અસરકારક રજુઆત કરી મંજુર કરાવતા હોય છે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને કોન્ટ્રાકરની આળસુ નીતિના કારણે રોડ કામ વિલંબ અને ખોરંભે ચડતા લોકોને નબળા માર્ગ ચાલવાની ફરજ પડતી હોય છે
ત્યારે સ્થાનિક ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા લાઠી તાલુકાના શેખપીપળીયા થી ચાંવડ સુધી નો માર્ગ આશરે રૂપિયા ૭૫ લાખ ના ખર્ચે મંજુર કરાવી રિકાર્પેટ કરાવી નાના બાળાઓ ની હસ્તે રોડનું કામ શરૂ કરાવતા સ્થાનિક લોકોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ હતી આ તકે તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડીયા,મંડળીના પ્રમુખ મગનભાઈ ભાદાણી,અશોકભાઈ ભાદાણી,સહિત સરપંચ અનસુયાબેન અને સાથી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કેઆગામી દિવસોમાં બાબરા ગલકોટડીનો ત્રણ કિલોમીટરનો માર્ગ પણ શરૂ કરાશે
લાઠી બાબરા અને દામનગર વિસ્તારમાંમાં પૂરતા માર્ગ રસ્તાઓ રાજ્ય સરકારમાં મંજુર કરાવી કામગીરી કરાવી રહ્યા છીએ ત્યારે માર્ગો શરૂ કરવામાં કોન્ટ્રાકર અને અધિકારીઓની આળસુ નીતિ બિલકુલ ચલાવી નહિ લેવાઈ તમામ કોન્ટ્રાકરને રોડ રસ્તાઓના કામ શરૂ કરવા કડક તાકીદ કરવામાં આવેલ છે જો અધિકારીઓ અને કોન્ટ્રાકર લોકો લોકોની સુવિધાઓમાં યોગ્ય સહકાર નહિ આપે તો આગળ ઉગ્ર આંદોલન તેમજ રોડ ચકાજામ સહિતના કાર્યક્રમો આપવાની ફરજ પડશે તેવું અંતમાં ધારાસભ્ય ઠુંમરે જણાવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

IMG-20211214-WA0012.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!