ભારત દેશના આધ્યાત્મિક ધરોહર “દિવ્ય કાશી ભવ્ય કાશી”લાઈવ પ્રસારણ કાર્યક્રમને નિહાળી ગૌરવ

ભારત દેશના આધ્યાત્મિક ધરોહર “દિવ્ય કાશી ભવ્ય કાશી”લાઈવ પ્રસારણ કાર્યક્રમને નિહાળી ગૌરવ અનુભવતા દામનગર ના ધર્મપ્રેમીજનતા. ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ સાથે મંદિરોમાં સમયના પ્રવાહ અને આધુનિક ટેકનોલોજી ને જોડી વધુને વધુ આસ્થાની જ્યોત દિવ્ય બને એવા શુભ હેતુ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સૂઝ – બુઝ થી વારાસણી નગરીમાં આવેલ પવિત્ર મંદિર પરિસરમાં અદ્યતન કોરિડોર બનાવી દેશની જનતાને સમર્પિત કરી આ અવસરને અનુરૂપ વિચારો વ્યક્ત કરવાની શુભ ઘડીના ” દિવ્ય કાશી ભવ્ય કાશી ” કાર્યક્રમના જીવંત પ્રસારણને દામનગર શહેરમાં આવેલ શ્રી કુંભનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં દામનગર ભા.જ.પ.ના કાર્યકર્તાઓ અને પુજારી પરિવાર અને ભકતજનોએ નિહાળી ખુબ ખુબ ધન્યતા અનુભવી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરેલ.
રિપોર્ટ : અતુલ શુક્લ.