દામનગર શહેરને હરિયાળું બનાવવા વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ

દામનગર શહેરને હરિયાળું બનાવવા વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ
Spread the love

દામનગર શહેરને હરિયાળું બનાવવા નગરપાલિકા અને દાતાશ્રીઓ- ગ્રામજનોના સહકારથી મંગળવારથી વૃક્ષારોપણના અભિયાનનો પ્રારંભ કરાવતા કૌશિકભાઈ વેકરીયા. વધુ પર્યાવરણલક્ષી કાર્ય કરવા દામનગર શહેરમાં તા.૨૧-૧૨ ને મંગળવાર – આજથી નગરપાલિકા – દાતાઓ અને ગ્રામજનોના સહકાર અને સંકલનથી અમરેલી જીલ્લા ભા.જ.પ.ના પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા ની ખાસ ઉપસ્થિતિમાં સાંજના ૫ કલાકે ગાયત્રી મંદિરની સામે આવેલ સંતરામ પ્લાય ની સામે મુખ્ય માર્ગ પર આવેલ ડીવાઈડર માં નગરપાલિકાના સભ્યો અને દાતાઓની હાજરીમાં અમરેલી જીલ્લા ભા.જ. પ. પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા ના વરદ હસ્તે વૃક્ષારોપણ નો પ્રારંભ કરવામાં આવેલ છે.તબક્કાવાર આ કાર્ય શહેરના વિવિધ માર્ગો ઉપર શહેરની સુંદરતામાં વધારો થાય તે રીતે એક હજારથી વધુ વૃક્ષારોપણ કરવામાં આવશે.આ ભગીરથ કાર્યમાં દામનગરના વતનીઓ અને વેપાર – ધંધાર્થે અન્ય શહેરોમાં વસવાટ કરતા વતનપ્રેમીઓએ પોતાનું યોગદાન આપવાની કરેલ જાહેરાતને સ્વીકારવામાં આવી છે. આજથી શરૂ કરાયેલ આ ભગીરથ કાર્યમાં અમરેલી જીલ્લા ભા.જ.પ.ના મહામંત્રી રાજુભાઈ કાબરિયા જોડાયા હતા.તેમજ દામનગર શહેર ભા.જ.પ.પ્રમુખ ધીરુભાઈ નારોલા અને કાર્યકર્તાઓ સામેલ થયા હતા. આ ભગીરથ કાર્યમાં પર્યાવરણ પ્રેમીઓ પોતાના પરિવારના સ્વ.સભ્યોના સ્મરણાર્થે અથવા કોઈ યાદગાર અવસરને કાયમી સ્વરૂપે યાદ કરી યોગદાન આપવા ઈશ્ચતા હોય એવા પ્રકૃતિ પ્રેમીઓ નગરપાલિકા નો સંપક કરી, સૌ સાથે મળીને પ્રદૂષિત વાતાવરણ ને અટકાવી વધુમાં વધુ વૃક્ષો વાવીને દામનગર શહેરને નંદનવન બનાવવાના અભિયાનને આગળ ધપાવવાના પ્રયાસને,ગ્રામજનોના સહકારથી સફળ બનાવીએ એવી અપીલ સાથે પ્રિતેશભાઈ નારોલા એ અનુરોધ કરેલ છે

રિપોર્ટ અતુલ શુક્લ.

IMG-20211222-WA0017-1.jpg IMG-20211222-WA0016-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!