ગાંધીનગર : ખાતે ગ્રામ પંચાયત ની ચૂંટણી નું પરિણામ યોજાયું
તારીખ 21-12-2021 ના રોજ ગુજરાત ના દરેક જિલ્લામાં ગ્રામ પંચાયત ની ચુંટણી નું પરિણામ હતું .જેમાં રાજ્ય ના મુખ્ય મથક ગાંધીનગર ખાતે પણ ચુંટણી ના પરિણામ ની અને મત ગણતરી યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર સંચાલન મામલતદાર સાહેબ વિવેક ભાઈ દરજી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. જેની અંદર પ્રી પૉલિગ , ઉમેદવાર ના મત , તેમની મત પેટીઓ માં કોઈ ગેરનીતિ ના થાય એ પ્રમાણે તેનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સરળ આયોજન ના લીધે 4 વાગ્યા સુધી માં તમામ વિભાગના ના સહકાર થી પરિણામ આવી ગયા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ પણ બન્યો ન હતો અને મત ગણતરી અનિચ્છિત બનાવ વગર પૂર્ણ રીતે થઈ ગઈ હતી. તે બાબતે ને વિવેકભાઈ સાહેબે સમગ્ર સ્ટાફ, મીડિયા ટીમ અને ઉમેદવારો નો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ :અશોકસિંહ (રાઠોડ )