થરાદ કેનાલ માંથી પ્રેમી પંખીડા ની લાશ મળી આવી

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા માંથી પસાર થતી નમૅદા કેનાલ લોકો નું સુસાઈડ પોઈન્ટ સાબિત થઈ રહ્યો છે સરહદી પંથકમાં આવેલ નમૅદા કેનાલ લોકો ની જીવાદોરી સમાન પણ સાબિત થઇ છે ત્યારે ક્યારેક કાળ બની પુરવાર થાય છે થરાદ ની નમૅદા કેનાલ માં અવાર-નવાર મોત નાં સમાચાર આવતા હોય છે લોકો જીંદગી થી કંટાળી ને પોતાની ખુબ જ મહત્વ પુર્ણ જીંદગી ને તરછોડી દેતા હોય છે તે એક મંદબુદ્ધિ જેવો નિણર્ય લેવામાં ખુબ ઉતાવળા પગલાં ભરે છે .
આજે બે પ્રેમી પંખીડા ની લાશ થરાદ કેનાલ માં જોવા મળી હતી.થરાદ કેનાલ માં બંને યુગલ દ્વારા બંને હાથ બાંધી ને એક સાથે ઝંપલાવ્યું હતું.અગાઉ બંને યુગલ નાં ચંપલ કેનાલ ની પાળ પર થી મળી આવ્યા હતા જેની શોધ ખોળ કરતાં મળી આવ્યા નહોતા જેમાં યુવતી મિયાલ અને યુવાન મહેરા ગામ નો વતની હોવાનું જાણવા મળ્યું હતું.
રિપોર્ટ :જનકસિહ વાઘેલા (થરાદ)