મોબાઈલ ધારકનું અકસ્માતમાં નિધન થતા ફાયનાન્સ કંપનીએ ૫૦ હજાર નો વીમો ચૂકવ્યો

મોબાઈલ ધારકનું અકસ્માતમાં નિધન થતા ફાયનાન્સ કંપનીએ ૫૦ હજાર નો વીમો ચૂકવ્યો
સ્વ ભાવેશભાઈ ઇન્દ્રોડીયાના વારસદાર ધર્મપત્નીને વિમાનો ચેક અર્પણ કરાયો
મેહુલ સેલ્સના માલિક ગાંડુભાઈ રાતડીયાની આગવી મહેનતના કારણે પરિવારને આર્થિક વળતર ત્વરિત મળ્યું
બાબરામાં મેહુલ સેલ્સ એન્ડ સર્વિસ નો શોરૂમ ધરાવતા રાતડીયા બંધુઓ ગાંડુભાઈ રાતડીયા તથા મેહુલભાઈ રાતડીયાની મોબાઈલ શોપપર થી બાબરામાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા ભાવેશભાઈ ઇન્દ્રોડીયા થોડા મહિના પેલા એક એન્ડ્રોઇડ મોબાઈલની ખરીદી કરી હતી જેનું ફાયનાન્સ બઝાઝ ફાયનાન્સ કંપની બાબરા શાખા દ્વારા કરવામા આવ્યું હતું
આશરે ૨૦ હજાર કિંમત ના મોબાઈલ પર મેહુલ મોબાઈલ શોપના માલિક દ્વારા જે તે સમયે ભાવેશભાઈ પાસે અકસ્માત વીમા પોલિસી બઝાઝ ફાયનાન્સમાં લેવામાં આવી હતી જેમાં વારસદાર તરીકે ભાવેશભાઈના ધર્મપત્ની પ્રજ્ઞાબેન ભાવેશભાઈ ઇન્દ્રોડીયા નું નોમિનેટ કરેલ હતું મોબાઈલ લીધાના બે ત્રણ મહિનામાં ભાવેશભાઈ ઇન્દ્રોડીયા નું વાહન અકસ્માતમાં નિધન થતા પરિવારને મોટી ખોટ પડી હતી
ત્યારે મોબાઈલ શોપના માલિક ગાંડુભાઈ રાતડીયા તેમજ મેહુલભાઈ રાતડીયા ને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ ઇન્દ્રોડિયા પરિવાર ને જાણ કરી જણાવ્યું કે જે ખોટ પડી તે કાયમ રહેવાની છે પણ ભાવેશભાઈનો વીમો અમારે ત્યાંથી મોબાઈલ લીધો તેમાં છે અને ૫૦ હજાર નો વીમો મળી શકે તેમ છો આ સઘળી વિગતથી સમગ્ર પરિવાર અજાણ હતો ત્યારે એક મોબાઈલના શોપના માલીક દ્વારા પરિવારને આર્થીક મદદ કરવાની ભાવનાથી તમામ પ્રોસેસ બઝાઝ ફાયનાન્સ પાસે ત્વરિત પૂર્ણ કરાવી પરિવાર ને વીમો મળે તેમાં પૂર્ણ સહકાર આપવામાં આવ્યો હતો અને વિમાનો ચેક સ્વ ભાવેશભાઈ ઇન્દ્રોડીયાના વારસદાર તેમના ધર્મપત્ની પ્રજ્ઞાબેન ઇન્દ્રોડીયા ને મેહુલ સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ ખાતે અર્પણ કરવામાં આવ્યો હતો
શોરૂમના માલીક ગાંડુભાઈ રાતડીયા,મેહુલભાઈ રાતડીયા, બઝાઝ ફાયનાન્સ ના એરિયા મેનેજર હર્ષદભાઈ માંકડિયા,સેલ્સ મેનેજર કેવિનભાઈ,ની ઉપસ્થિતમાં તેમના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો
ભાવેશભાઈ ઇન્દ્રોડીયા પરિવાર ને વીમા નું વળતર આપવામાં પૂરતો સહકાર અને માર્ગદર્શન આપવા બદલ ઇન્ડ્રોડિયા પરિવાર મેહુલ શોરૂમના માલિક ગાંડુભાઈ તેમજ મેહુલભાઈ અને બઝાઝ ફાયનાન્સનો આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટ : ગોરધન દાફડા.બાબરા