ધોળા ગામે આવેલ મગોડીયા શુક્લ પરિવારના સતિમાતાના ૪૩૮ વર્ષ પૌરાણિક મંદિરે ૨૮ વર્ષ બાદ યજ્ઞનું આયોજન

ધોળા ગામે આવેલ મગોડીયા શુક્લ પરિવારના સતિમાતાના ૪૩૮ વર્ષ પૌરાણિક મંદિરે ૨૮ વર્ષ બાદ યજ્ઞનું આયોજન શ્રદ્ધાપૂર્વક સંપન્ન. ઉમરાળા તાલુકાના ધોળા ગામે આવેલ સણોસરા રોડ પર આવેલ મગોડીયા શુક્લ પરિવારના સતિમાતા ( વાસંતીબા) ના પાવન સ્થાનક ( મંદિર) માં તા.૧૯-૧૨-૨૧ ને રવિવારને દિવસે યોજવામાં આવેલ ભવ્ય યજ્ઞમાં આચાર્ય પદે મયંકભાઇ ઉપેન્દ્રભાઈ શુક્લે શાસ્ત્રોક્ત વિધિ – વિધાન થી યજમાન તરીકે મયંકભાઇ શુક્લના પુત્ર – પુત્ર વધુ એ ઉત્સાહપૂર્વક લાભ લીધેલ. આ ભવ્ય કાર્યમાં મગોડીયા શુક્લના ૫૦ થી વધુ પરિવારોએ હાજરી આપી યજ્ઞનો લાભ લીધેલ.અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૯૩ માં સતીમાતાના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલ. ૨૮ વર્ષ બાદ યજ્ઞનું આયોજન કરાતા મગોડિયા શુક્લ પરિવારોમાં અતિ પ્રસન્નતા અને હરખ જોવા મળેલ.અમેરિકા વસવાટ કરતા અરુણાબેન જ્યોતીન્દ્રભાઈ શુક્લ તરફથી ભોજનનું આયોજન કરાયેલ.આ યજ્ઞ કાર્યને સફળ બનાવવા જશવંત રાય શુક્લ,અશોકભાઈ બી.શુક્લ,અશ્વિનભાઈ એ.શુક્લ,પ્રકાશભાઈ બી.શુક્લ,ચેતનભાઈ એલ.શુક્લ અને સમસ્ત શુક્લ પરિવારના સભ્યોએ તન – મન – ધનથી સેવા સમર્પિત કરી હતી.
રિપોર્ટ અતુલ શુક્લ દામનગર.