રાજકોટ નિવાસી સ્વ પી યુ મકવાણા સાહેબ ની પુણ્યતિથિ નિમિત્તે અલગ પ્રકારની શ્રદ્ધાંજલિ આપવામાં આવી

આજ રોજ સુરેન્દ્રનગર ખાતે મોંઘીબેન છાત્રાલય ખાતે ગામ વાઘેલા હાલ રાજકોટ નિવાસી સ્વ પી યુ મકવાણા સાહેબ ની પુણ્યતિથિ નિમિત્તે અલગ પ્રકારની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં સ્વ પી યુ મકવાણા સાહેબ અને મકવાણા પરિવાર તરફથી રાજકોટ ઠક્કરબાપા છાત્રાલય સવગુણ કન્યા છાત્રાલય અને સરકારી દિવ્યાંગ છાત્રાલય અને સુરેન્દ્રનગરની મોંઘીબેન છાત્રાલય ખાતે છાત્રાલયમાં અભ્યાસ કરતી દીકરીઓને ચોખા ઘી ના લાડુ અને મિષ્ટાન આપવામાં આવી હતી અને મોંઘીબેન છાત્રાલય ખાતે 25 મણ ઘઉં આપવામાં આવ્યા હતા અને મોંઘીબેન છાત્રાલય ખાતે કન્યાઓ દ્વારા પ્રાર્થના સભા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી સ્વ પી યુ મકવાણા સાહેબ ની પુણ્યતિથિ નિમિત્તે મકવાણા પરિવાર દ્વારા સમાજમાં ઉમદા કાર્યનુ ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યું હતું🙏🙏🙏