સુરત : ફિટ ઇન્ડિયા સાયકલોથોન મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી દ્વારા ફ્લેગ ઓફ કરાયું

સુરત આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા ફિટ ઇન્ડિયા સાયકલોથોન મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી દ્વારા ફ્લેગ ઓફ કરાયું ૪૦૦૦ સાયકલીસ્ટો એ ભાગ લીધો
સુરત ભગવાન મહાવીર યુનિવર્સિટી વેસુ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા ફિટ ઇન્ડિયા સાયકલોથોન મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી દ્વારા ફ્લેગ ઓફ કરાયું ૪૦૦૦ સાયકલીસ્ટો એ ભાગ લીધો
સુરત ૨૬ ડિસેમ્બરના રોજ સુરત ભગવાન મહાવીર યુનિવર્સિટી વેસુ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ફિટ ઇન્ડીયા ગુજરાત સાયકલોથોન નુ આયોજન થયુ તેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું સાથે સી.આર.પાટીલ, દર્શના જરદોશ અને સુરત કલેકટર શ્રી પણ હાજર રહ્યા આશરે ૪૦૦૦ સાયકલીસ્ટોએ ૧૦ કી.મી અને ૩૦ કી.મી બે રીતે ભાગ લીધો હતો જેમાં સવારના ૪.૦૦ વાગ્યેથી જ તમામ પ્રતિયોગીઓનો ધસારો ચાલુ થયો તથા આ આયોજનમાં સુરત કલેક્ટરશ્રી ની ટીમ, રેવન્યુ ટીમ તથા સુરત સિવિલ ડિફેન્સ ટીમ માંથી ૧૦૦થી વધુ માનદ સૈનિકો સાયકલિસ્ટોના માર્ગદર્શક તરીકે અને વ્યવસ્થાપન માં જોડાયા હતા. જેમાં વ્યવસ્થાપનમાં સુરત પોલીસ તથા સુરત મ.ન.પા નુ પણ યોગદાન રહ્યુ હતુ.
આજે છેલ્લા એક અઠવાડીયાથી તૈયારી કરી રહેલા તમામ અધીકારીઓની મહેનત રંગ લાવી તથા તમામ લોકો સવારના ૪.૦૦ વાગ્યાથી ૧૧.૦૦ વાગ્યા સુધી ખડે પગે તૈનાત રહી ગુજરાત સરકારના આ પ્રોગ્રામ ને ચાર ચાંદ લગાવ્યા હતા.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા