ભાવનગર: માનવ કલ્યાણ માટે સમર્પિત ડો નિર્મળ વકીલ નું દેહાંવસાન

ભાવનગર ઈન્ડિયા મેડિકલ એસોસિએશનના લાઈકટાઈમ એચિવમેન્ટ એવોર્ડ સન્માનિત માનવ કલ્યાણ માટે સમર્પિત ડો નિર્મળ વકીલ નું દેહાંવસાન
ભાવનગર શિશુવિહાર સંસ્થાના માનવસેવા પ્રવૃત્તિઓનું ૩૪ વર્ષથી પ્રમુખ સ્થાને નેતૃત્વ કરતા ભાવનગરના તબીબ ઈન્ડિયા મેડિકલ એસોસિએશનના ‘ લાઈકટાઈમ એચિવમેન્ટ એવોર્ડ -વર્ષ ૨૦૧૮’થી સન્માનિત ડો નિર્મળભાઈ વકીલનું ટૂંકી બીમારીથી સ્વર્ગવાસ થયું છે વર્ષ ૧૯૫૭ માં મુંબઈથી ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાં અનુસ્નાતક પદવી મેળવી . ભાવનગરમાં એકમાત્ર ક્વોલિકાઈડ ડેન્ટીસ્ટ તરીકે સેવાર્થી બનેલ ડૉ . નિર્મળભાઈએ ભાવનગર હોસ્પિટલમાં ર ૪ વર્ષ સીવિલ હોસ્પિટલમાં ૩૩ વર્ષ . ઈ એસ આઈ.સીમાં ૩૦ વર્ષ , ડેન્ટીસ્ટ તરીકે દાંતના રોગોની સારવાર આપી ગરીબો પ્રત્યે અપ્રતિમ માનવીય અભિગમ દાખવ્યો છે ડૉક્ટરોએ વ્યવસાઈ પકડ્યું છે તેવા સમયે સેવાની જ્યોત સમાન ડૉ . નિર્મળભાઈ પોતાનાં પિતાશ્રી ન્યાલચંદ વકીલની સ્મૃતિમાં છેલ્લા ૩૦ વર્ષથી સ્વસ્થ વૃદ્ધત્વ સન્માન યોજી ભાવનગરથી ક્લા સાહિત્ય , શિક્ષણ અને ઉદ્યમ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા વડીલોની વંદના કરે છે . ઉપરાંત ભાવનગરથી દેહદાન , ચક્ષુદાન અને રક્તદાનની સેવા પ્રવૃત્તિને સમગ્ર દેશમાં ગૌરવ અપાવનાર લોક્સેવક માનભાઈ સાથે ખભે – ખભો મીલાવી ભાવનગર રેડક્રોસના સ્થાપક અને પ૪ વર્ષ સુધી માનદમંત્રી તરીકે સેવા આપનાર ડૉ . નિર્મળભાઈનું ‘ લાઈશ ટાઈમ અવોર્ડ’થી સન્માન શિશુવિહારની સામાજિક સેવાનો વધુ સ્વીકાર અને ઈશ્વરની અપ્રતિમ રચના જેવા માનવ શરીરના આરોગ્યની કાળજી રાખતા ડૉક્ટરો ઈશ્વરનું જ સ્વરૂપ ગણાય છે . પરંતુ આજે વ્યવસાઇક હોડમાં આરોગ્ય સેવા આમ સમાજમાં કલંક્તિ થઈ છે ત્યારે ડો . નિર્મળભાઈ વકીલ જેવા ભાવનગરના તબીબ ડૉકટર વ્યવસાયને પુનઃ સુવાસિત કરી છે , અનેકોને પ્રેરણારૂપ બન્યા છે . સ્વર્ગસ્થ માટે પદ્મશ્રી ડી .એમ.એચ. મહેતા પદ્મશ્રી ડૉ આચાર્ય તેમજ સમાજના અનેક અગ્રગણ્યોએ શ્રદ્ધાંજલિ પાઠવી પુણ્યાત્માના સદકર્મોને વંદન કર્યા છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા