દામનગર ગાયત્રી મંદિર ખાતે સર્વરોગ નિદાન એવમ નેત્રયજ્ઞ યોજાયો

દામનગર ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે નેત્રયજ્ઞ એવમ સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો
દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે નેત્રયજ્ઞ એવમ સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો નિયામક શ્રી તબીબી અને હોમિયોપેથી પદ્ધતિ ની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા પંચાયત આર્યુવેદ શાખા અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગદર્શન થી સરકારી હોમિયોપેથીક દવાખાનું દામનગર ના ડો અમિત જેઠવા ડો સાગર જોશી અને રાજકોટ સ્થિત સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ હોસ્પિટલ ના નિષ્ણાત તબીબી સેવા એ આ સેવા યજ્ઞ યોજાયો હતો જીતુભાઇ રામજીભાઈ બલર ના આર્થિક સહયોગ થી નેત્રયજ્ઞ એવમ સર્વરોગ નિદાન સારવાર કેમ્પ માં આવનાર દર્દી નારાયણો માટે અલ્પહાર વ્યવસ્થા કરાય હતી આંખ ને લગતા તમામ રોગ ની તપાસ સારવાર સાથે મોતિયા ના દર્દી ઓને સંપૂર્ણ મફત નેત્રમણી આરોપણ કરી આપતા સેવા યજ્ઞ ના દર્દી ઓને ભોજનપ્રસાદ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે લઈ રાજકોટ સંત શ્રી રણછોડદાસ હોસ્પિટલ લઈ જવાયા હતા
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા