અમરેલી ની ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર્સ કો-ઓપરેટીવ સોસાયટી ને ઉત્કૃષ્ટ મેરીટ પુરસ્કાર ૨૦૨૧ એનાયત

અમરેલી ની ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર્સ કો-ઓપરેટીવ સોસાયટી ને ઉત્કૃષ્ટ મેરીટ પુરસ્કાર ૨૦૨૧ એનાયત
Spread the love

અમરેલી શહેર ની ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર્સ કો-ઓપરેટીવ સોસાયટી ને રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ દ્વારા  ઉત્કૃષ્ટ મેરીટ પુરસ્કાર ૨૦૨૧ એનાયત

અમરેલી શહેર ની ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર્સ કો-ઓપરેટીવ સોસાયટી ને ઉત્કૃષ્ટ મેરીટ પુરસ્કાર ૨૦૨૧ એનાયત
રાષ્ટ્રીય સરકારી વિકાસ નિગમ એન. સી. ડી. સી. દ્વારા ગુજરાતનાં વિવિધ ક્ષેત્રની અંદર કામ કરતી મંડળીઓ અને ક્ષેત્રીય સહકારી ઉત્કૃષ્ટ મેરીટ પુરસ્કાર ૨૦૨૧ નું આયોજન કરવામાં આવેલ જેમાં મહિલા સોસાયટીમાં રાજ્ય કક્ષાએ પ્રથમ પારિતોષિક અમરેલીની શ્રી ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર્સ કો-ઓપરેટીવ સોસાયટી ને એનાયત કરવામાં આવ્યો હતો. ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટી સભાસદોના સર્વાંગી વિકાસને ધ્યાને લઇ વિવિધ પ્રવૃત્તિઓ કરે છે ,એકમાત્ર મહિલા સંસ્થા છે કે જે ખેડૂતો ની જરૂરીયાતો તેમજ તેની આવક બમણી કરવા માટે અલગ-અલગ પ્રોજેક્ટ ચલાવે છે જેમાં ફાર્મ ટુ ફૂડ પ્રોજેક્ટના માધ્યમથી ઉત્પાદનને વેલ્યુએડીશન કરી માર્કેટમાં મૂકવામાં આવે છે. જેના માટે જરૂરી મશીનરી મંડળીએ પોતે વસાવેલી છે .ગ્રેડીંગ, ક્લીનીંગ, સોટેક્ષ, પેકેજીંગ ના માધ્યમથી ખેડૂતોને સેવા પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓને સ્વનિર્ભર બનાવવા માટે આત્મનિર્ભર મહિલા પ્રોજેક્ટ અંતર્ગત પાપડ ઉદ્યોગ ,કન્ઝ્યુમર સ્ટોર, હેન્ડ વર્ક, ભરતગુંથણ ,સીવણ કામ, બ્યુટી પાર્લર જેવી વિવિધ પ્રકારની ટ્રેનિંગ દ્વારા મહિલાઓને રોજગારી આપવામાં આવી રહ્યી છે. ખાતર, દવા, બિયારણ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે પણ આ મંડળી દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવે છે. સભાસદો દ્વારા રોકેલ નાણાનું ૧૨ ટકા જેવું આકર્ષક વળતર ,શેર પર ૧૫ ટકા ડિવિડન્ડ તેમજ નફાના આધારે સભાસદ ભેટ આપી હજારો સભાસદોના વિશ્વાસ સંપાદિત કર્યાં છે જેના લીધે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ ને ધ્યાને લઈ રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ દ્વારા સહકારી પ્રવૃત્તિઓ ને પ્રોત્સાહિત કરવા સહકારી વિકાસમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ પુરસ્કાર એનાયત કરાયો અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્ય સહકારી સંઘના ચેરમેન માનનીય શ્રી ઘનશ્યામભાઈ અમીન તેમજ એન. સી.ડી.સી ના રિઞ્યોનલ ડાયરેક્ટર શૈલેન્દ્ર સિંહ દ્વારા એવોર્ડ તેમજ પુરસ્કાર ચેક અર્પણ કરવામાં આવ્યો હતો .
આ તકે મંડળીના ચેરપર્સન ભાવનાબેન ગોંડલીયા એ જણાવ્યું હતું કે આ પારિતોષિક અને પુરસ્કારના સાચા હકદાર મારા સભાસદ ભાઈ બહેનો છે .તેઓના વિશ્વાસ અને સહકાર ના લીધે આજે ગુજરાતમાં નંબર વન સંસ્થા તરીકેની ઓળખ ઊભી થઈ છે. આગામી દિવસોમાં પણ આપ સૌનો સહકાર આવી જ રીતે મળી રહેશે એવી અભ્યર્થના સાથે સહકારીતા થી સમૃદ્ધિ નું સૂત્ર સાકાર કરવા આગળ વધીએ.સભાસદો નો વિશ્વાસ અને સહયોગ ના કારણે મંડળી આ સ્થાન પર પહોંચી છે – ચેરપર્સન ભાવના ગોંડલીયા
અમદાવાદ ખાતે રાજ્ય સંઘના ચેરમેન ઘનશ્યામભાઈ અમીન તથા એન. સી.ડી.સી ના રિજિયોનલ ડાયરેક્ટર શૈલેન્દ્રસિંહ ના હસ્તે એવોર્ડ એનાયત કરાયો

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

IMG-20211229-WA0001.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!