થરાદ તાલુકાના વાઘાસણ ગામે સુશાસન સપ્તાહ ની ઉજવણી

બનાસકાંઠા જિલ્લામાં સુશાસન સપ્તાહ ની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે થરાદ તાલુકાના વાઘાસણ ગામે બનાસકાંઠા સાંસદ નાં હસ્તે લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
“સુશાસન સપ્તાહ”ની ઉજવણી અંતર્ગત આજે વાધાસણ ગામે મુળાજી ગોળીયા ગોગ મહારાજ મંદિર પાસે કોમ્યુનિટી હોલ,મુળાજી ગોળીયા પ્રાથમિક શાળામાં પેવર બ્લોક, દિવાલ,તથા મધ્યાહન ભોજન શેડનું લોકાર્પણ કરાયું… તાલુકા વિકાસ અધિકારી તેમજ ગામજનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા (થરાદ)