ચમારડી-પીર ખીજડીયા ના ચાર કિલોમીટર ના રોડ નું શુંભામુહુર્ત કરાવતા ધારાસભ્ય શ્રી ઠુમ્મર.

ચમારડી-પીર ખીજડીયા ના ચાર કિલોમીટર ના રોડ નું શુંભામુહુર્ત કરાવતા ધારાસભ્ય શ્રી ઠુમ્મર.
(નવા ચુંટાયેલા સરપંચો ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જી.પં ના પુર્વ પ્રમુખ જેનીબેન પણ ઉપસ્થિત રહ્યા.)
બાબરા તાલુકા ના પીર ખીજડીયા થી ચમારડી ગામ સુધી ના ચાર કિલોમીટર ના રોડ રૂપીયા ૮૦ લાખ ના ખર્ચે નવો બનશે જેનું ખાતમુહૂર્ત આજ રોજ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમ્મર દ્રારા કરાવવા મા આવ્યું. આ રોડ માટે ધારાસભ્ય શ્રી ઠુમ્મરે રૂપિયા ૮૦ લાખ ની ગ્રાન્ટ ફાળવેલ છે. આજ રોજ ખીજડીયા ગામે થી ચમારડી ગામ સુધી ના રોડ નું ખાતમુહૂર્ત કરી શુભારંભ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમ્મરે આ રોડ માટે ખુબજ મહેનત કરેલ છે થોડા દિવસો પહેલા ભિલડી ગામે રસ્તા રોકો આંદોલન કર્યૂ હતું જેના કારણે અડકી પડેલ કામ તત્કાલીન શરૂ કરવા મા આવ્યું છે. આ ખાતમુહૂર્ત નવા ચુંટાયેલા સરપંચો ના હસ્તે કરવા મા આવ્યું હતું સાથે જ કામ નુ શુભારંભ કરવામાં આવ્યું છે. સાથે જીલ્લા પંચાયત ના પુર્વ તેમજ આ વિસ્તારના સદસ્ય પ્રમુખ શ્રી જેનીબેન ઠુમ્મર પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે જીલ્લા પંચાયત ના વિરોધ પક્ષના નેતા શ્રી પ્રભાતભાઈ કોઠીવાળ, પીર ખીજડીયા ના સરપંચ શ્રી જશુભાઈ, ભરતભાઈ તળાવીયા, ચમારડી ના સરપંચ શ્રી અરવિંદભાઈ મેમકીયા, તાલુકા પંચાયત ના સદસ્ય શ્રી લખુભાઈ બસીયા, ચમારડી જુથ સેવા સહકારી મંડળી ના પ્રમુખ શ્રી તળશીભાઈ વસ્તરપરા, માજી સરપંચ શ્રી વસરામભાઈ મગતરપરા, ભગાભાઇ વસ્તરપરા, કિશોરભાઈ અસલાલીયા, કમલેશભાઈ ડાભી, તાલુકા પંચાયત ના પુર્વ પ્રમુખ શ્રી કિશોરભાઈ દેથળીયા, તા.પં. સદસ્ય શ્રી જેન્તીભાઇ તેમજ ખીજડીયા, વાલપુર, કુવરગઢ અને ચમારડી ગામના સરપંચો, સદસ્યો તેમની ટીમ, ગામ ના આગેવાન તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.