ડભોઇ : ખેડૂતો ને કિસાન સૂર્યોદય યોજના માં દિવસે વિજળી બંધ કરતા નાયાબ કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું

ડભોઇ તાલુકાના ખેડૂતો ને કિસાન સૂર્યોદય યોજના માં દિવસે વિજળી બંધ કરતા ડભોઇ નાયાબ કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું
એમ.જી.વી.સી.એલ તથા ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો ને સિંચાઈ માટે નું પાણી કુવા દ્વારા દિવસે જ મળે તેવા ઉમદા હેતુ થી કિસાન સૂર્યોદય યોજના મંજુર કરવામાં આવી હતી.આ યોજના શરૂ થવાથી ખેડૂતો ને દિવસે વીજળી મળતા ઘણી જ રાહત મળી હતી.જેમ કે ખેડુતો ને રાત્રે અંધારા માં ખેતરે જવાનું,તેમજ શિયાળા માં કળકળતી ઠંડી માં ખેતરે જવું તથા અંધારા માં ઝેરી જાનવર અને જંગલી જાનવરો ના ભય માં થી મુક્તિ મળી હતી.આ યોજના શરૂ કરતાં એમ.જી.વી.સી.એલ તથા ગુજરાત સરકાર ના પદાધિકારીઓ દ્વારા ગામે ગામ ફટાકડા ફોડી ઉત્સવો કર્યા હતા.પરંતુ છેલ્લા બે દિવસ થી અચાનક આ યોજના એમ.જી.વી.સી.એલ દ્વારા બંધ કરવામાં આવતા જૂની પ્રથા પ્રમાણે અઠવાડિયુ રાત્રે અને અઠવાડિયુ દિવસે લાઈટ આપવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે.જે અંગે ની જાણ અગાઉ થી ખેડૂતો ને કરવામાં આવી ન હતી.હાલ શિયાળા ની મોસમ ચાલતી હોવાથી કડકળતી ઠંડી માં ખેડૂતો ને પોતાનો પાક બચાવવા માટે સિંચાઈ પાણી લેવા રાત્રી દરમિયાન જવું પડતું હોવાથી ખૂબ જ હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.તેમજ ઝેરી તથા જંગલી જાનવરો નો ભય ખેડૂતો ને સતાવી રહ્યો છે.ખેડૂતો ના કહ્યા મુજબ કિસાન સૂર્યોદય યોજના ની શરૂઆત કરવામાં આવી ત્યારે તાલુકા તથા જિલ્લા પંચાયત ની ચૂંટણી ઓ જાહેર કરવાની હતી અને હાલ માં જ ગ્રામ પંચાયત ની ચૂંટણી પુરી થઈ કે તરત જ આ યોજના બંધ કરવામાં આવતા ખેડૂતો એ આ યોજના ને ચૂંટણી લક્ષી જણાવી રોષ પ્રગટ કર્યો હતો.તેમજ કિસાન સૂર્યોદય યોજના ને ફરી શરૂ કરવા સરકાર અને એમ.જી.વી.સી.એલ ને વિનંતી કરી ખેડૂતો ના હિત માં નિર્ણય લેવા તેમજ કિસાન સૂર્યોદય યોજના ફરી શરૂ કરવા અંગે સેવાસદન ખાતે નાયબ કલેકટર ને લેખિત માં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જ્યાં મોટી સંખ્યા માં ખેડૂતો હાજર રહ્યા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.