કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના વારસદારને સહાય ચુકવવાની માંગ

કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના વારસદારને 4 લાખની સહાય ચુકવવાની માંગ સાથે રાણપુર તાલુકા કોંગ્રેસ દ્રારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ..
કોરોના સંક્રમણમાં મૃત્યુ પામેલા લોકોના વારસદાર ને રૂ.4 લાખની સહાય ચુકવવાની માંગ બોટાદ જીલ્લાના રાણપુરમાં રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપ્યુ.આ સમયે રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતીના પ્રમુખ મનહરભાઈ પંચાળા,બટુકભાઈ ધરજીયા,સુરેશભાઈ પરમાર,રાધેભાઈ પરમાર સહીત રાણપુર શહેર તથા રાણપુર તાલુકાના કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો હાજર રહ્યા હતા અને નાયબ મામલતદાર બી.પી.રાણા ને આવેદનપત્ર આપ્યુ હતુ…
રિપોર્ટ -વિપુલ લુહાર,રાણપુર