રાણપુરમાં BAPS સ્વામિનારાયણ મંદીર ખાતે યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ

પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે રાણપુરમાં BAPS સ્વામિનારાયણ મંદીર ખાતે યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ..
પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં બી.એ.પી.એસ.સ્વામીનારાયણ મંદિર ખાતે મહિલા મંડળે ૧૦૦ માં યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ અગાઉ મહિલા મંડળ દ્રારા અલગ-અલગ દિવસે ૯૯ યજ્ઞ કરી આહૂતીઓ આપી હતી જે ૯૯ યજ્ઞ પુર્ણ થયાબાદ પૂ સંતોના સાનિધ્યમાં મહાપૂજા સાથે ૧૦૦ માં યજ્ઞની સાથે પૂર્ણાહૂતી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં સારંગપુર થી પધારેલ પૂ અનંતપ્રેમસ્વામી,પૂ.વિરલદર્શનસ્વામી તથા પૂ.મુનિસેવાદાસસ્વામીએ કથામૃત નો લાભ આપેલ યજ્ઞમાં ટેક્ષપીન બેરીગના માલિક ભૂપેન્દ્રભાઈ મકવાણા,દિપેનભાઈ મકવાણા,વિશાલભાઈ મકવાણા તથા રાસ બેરીગ ના માલિક હરેશભાઈ મકવાણા એ ખાસ હાજરી આપેલ કાર્યક્રમના અંતે ખીચડી ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ ઉત્સવને સફળ બનાવવા માટે વજુભાઈ વાઘેલા,ભરતભાઈ ચૌહાણ,ધનાભાઈ પુજારી,દીલીપભાઈ સહીતના હરીભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી.યજ્ઞ ના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ મહિલા હરીભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : વિપુલ લુહાર,રાણપુર