ગ્રામ દક્ષિણામૂર્તિ મણાર શાળામાં ૧૦૦ વિદ્યાર્થિની ઓને રૂપિયા ૩ લાખ ની શૈક્ષણિક સહાય કરવામાં આવી

સ્વ.શ્રી. રજની કાન્ત ગાંધી પરિવારના સૌજન્યથી વર્ષ ૨૦૨૨ ના પ્રારંભે ગ્રામ દક્ષિણામૂર્તિ મણાર શાળામાં ૧૦૦ વિદ્યાર્થિની ઓને રૂપિયા ૩ લાખ ની શૈક્ષણિક સહાય કરવામાં આવી હતી
ભાવનગર સ્વ.શ્રી.રજની કાન્ત ગાંધી પરિવારના સૌજન્યથી વર્ષ ૨૦૨૨ ના પ્રારંભે ગ્રામ દક્ષિણામૂર્તિ મણાર શાળામાં ૧૦૦ વિદ્યાર્થિની ઓને રૂપિયા ૩ લાખ ની શૈક્ષણિક સહાય કરવામાં આવી હતી શ્રી હીરાબેન માનભાઈ ભટ્ટ મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત શીશુવિહાર સંસ્થા દ્વારા સતત બાવીસમાં વર્ષે યોજાયેલ કાર્યક્રમ માં જાણીતા ચિંતક શ્રી અરુણભાઈ દવે એ નઈ તાલીમની સાંપ્રતતા દર્શાવી મહિલાઓ પોતાના જીવનમાં સતત વિકસિત બને તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી…..આ પ્રસંગે શીશુવિહાર સંસ્થા ના મંત્રી ડો. નાનકભાઈ ભટ્ટ હીરાબેન ભટ્ટ પરિવાર ના પ્રતિનિધિ શ્રી ઇન્દિરાબેન ભટ્ટ ..તેમજ રચનાબેન ગૌરાંગભાઈ ગાંધીએ ઉપસ્થિત રહી બહેનોને પુરસ્ક્રૂત કર્યા હતા…..ભોજન બાદ સંપન્ન થયેલ કાર્યક્રમ નું સંકલન શ્રી સુરસંગભાઈ એ કર્યું હતું અને તમામ સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા