થરાદ: ઉટવલીયા ગામ સરપંચ નો સ્નેહમિલન સમારોહ યોજાયો

થરાદના ઉટવલીયા ગ્રામ પંચાયતના સરપંચશ્રી દ્વારા સ્નેહમિલન અને આભારવિધિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સરપંચ શ્રી એ તમામનું અભિવાદન કર્યુંહતુ ઉટવલીયા ગ્રામ પંચાયતમા ખુમાજી સરદારજી ઠાકોર ની ભવ્ય જીત થતાં મતદારોનો આભાર વિધી કાર્યક્રમ યોજાયો હતો જેમાં બનાસકાંઠાના સાંસદ શ્રી પરબતભાઇ પટેલ થરાદના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત, થરાદ તાલુકા પંચાયત ના પ્રમુખ દાનાભાઈ માળી , થરાદ સેવા સહકારી સંધ ના ચેરમેન જીવરાજ ભાઈ પટેલ , મગાજી ઠાકોર સરપંચ શ્રી કોચલા , તલાજી ઠાકોર. રાણાજી ઠાકોર, ઠાકોર સમાજ અગ્રણી શ્રી અનાજી વાઘેલા મડાલ સરપંચ શ્રી ભરતજી ઠાકોર .દેતાલ સરપંચ શ્રી ધુખાજી ઠાકોર , ઘોડાસર સરપંચ શ્રી હેદુજી વાઘેલા. બી.કે ઠાકોર , ભારતીય જનતા પાર્ટી ઉપ પ્રમુખ પ્રવિણજી ઠાકોર , ફિલ્ડ પત્રકાર એસોસિએશન ના ભરતસિંહ રાજપુત તેમજ લાખણી -થરાદ તાલુકાના સરપંચો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સરપંચે તમામ અગ્રણીઓ નુ અને આવેલા આગેવાનોએ ખુમાજી સરદારજી સન્માન કરી શુભેછાઓ પાઠવી હતી
.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા (થરાદ)