અમરેલી ના પાણીયા ગામે નવ નિયુક્ત સરપંચ ના સન્માન સાથે આવ્યા વિધવા બહેનો ની વ્હારે

અમરેલી ના પાણીયા ગામે નવ નિયુક્ત સરપંચ ના સન્માન સાથે આવ્યા વિધવા બહેનો ની વ્હારે
ગામના વતનપ્રેમીઓની સહાય થી વિધવા બહેનો ને કરાયું રાશન કીટ વિતરણ
નવ નિયુક્ત યુવા સરપંચ દેવેન્દ્ર ભેડા એ કરી અનોખી સેવાકીય પહેલ..
અમરેલી
સમગ્ર રાજ્યમાં ગ્રામપંચાયત ની ચૂંટણીઓ પૂર્ણ થતા જ નવા વારાયેલ સરપંચ કે જેને લોકોએ તેમની પાયાની સુવિધાઓ અને લોક પ્રશ્ન દૂર કરવાની અપેક્ષા એ મત આપી વિજેતા બનાવી ગામનું સુકાન સોંપ્યુ છે.ત્યારે અમરેલી ના પાણીયા ગામના નવ નિયુક્ત યુવા સરપંચ દેવેન્દ્ર ભેડા વિજેતા થતા પાણીયા મૂળ વતનીઓ કે જે આજે સુરત જેવા શહેરો માં મોટા ના બિજ્નેશ થી સુખી સંપન્ન છે તેવા વતનપ્રેમી બાબુભાઇ અને અશ્વિનભાઈ કાનપરીયા ના આર્થિક સહયોગ સાથે નવ નિયુક્ત સરપંચ ના સન્માન સાથે ગામની વિધવા બહેનો ને મદદરૂપ થઇ સેવાકીય કામગીરી ની શરૂ કરવાની નેમ ધરાવતા યુવા સરપંચ દેવેન્દ્ર ભેડા દ્વારા વાતનપ્રેમીઓ ના સહયોગ થી રાશન કીટ નુ વિતરણ કરવામાં આવા સેવાભાવી અને સામાન્ય લોકોની ચિંતા કરતા નવ નિયુક્ત યુવા સરપંચ ની સેવાકીય કામગીરી થી સમગ્ર વિસ્તાર ના લોકોમાં એક ઉમદા છબી ઉભી થતી હોય તેવું જોવા મળી રહ્યું છે. આ તકે આ નવ નિયુક્ત સરપંચ ને વતનપ્રેમીઓ દ્વારા સેવાકીય કાર્ય કરવા સહયોગની ખાત્રી સાથે શુભકામનાઓ પાઠવવા માં આવી રહી છે.
રિપોર્ટ કિરીટ જોટવા વડીયા