મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીની પ્રમુખ પદની ચુંટણીમાં રાજુભાઈ ભંભાણી 26 મતે વિજેતા

રાજુભાઈ ભંભાણીને 159, જ્યારે મણીલાલ વિઠલાણીને 133 મતો મળ્યા
મોરબી :- શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં પ્રમુખ પદની જરૂરીયાત ઉભી થતાં તા :-09/01/22 ના રોજ ચુંટણીની આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો.
ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ને ધરના ધરનું સ્વપ્ન સાકર કરવા માન. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અમલીકરણ કરેલ છે. જે યોજના હેઠળ શહેરના દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી બનાવવામાં આવી હોય જેમાં કુલ 680 આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. ઉપરોક્ત સોસાયટી માં વિકાસ ના વિવિધ મુદાઓને ધ્યાને લઈ પ્રમુખ પદની જરૂરીયાત ઉભી થતાં ચુંટણી નું આયોજન કરવામાં આવ્યું
હતું. જેમાં 3 ઉમેદવારી નોંધાઈ હતી. જેમાંથી એક ઉમેદવારી પાછી ખેચાતા 2ઉમેદવારો મેદાનમાં રહા હતાં.
જેની તા:- 9/1/2022 ને રવિવારના રોજ સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાયું હતું. જેમાં કુલ 294 મતો પડ્યા હતાં. જેમાંથી રાજુભાઈ વાસુદેવભાઈ ભંભાણી ને 159 મતો તે મણીલાલ મોહનભાઈ વિઠલાણી ને 133 મતો મળ્યા હતાં. અને 2 મતો કેન્સલ થયા હતાં.જેથી 26 મતોની સરસાઈ થી રાજુભાઈ વાસુદેવભાઈ ભંભાણી વિજેતા જાહેર થયાં હતાં. ઉપરોક્ત ચુંટણીની કામગીરી માં જનક રાજા, મહેન્દ્રભાઈ મકવાણા, જીતેન્દ્રભાઈ પિત્રોડા એ સેવા આપી હતી.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી