ડભોઇ ના નગરજનો દ્વારા ઉત્તરાયણ ની હર્ષોલ્લાસ થી ઉજવણી કરવામાં આવી

ડભોઇ ના નગરજનો દ્વારા ઉત્તરાયણ ની હર્ષોલ્લાસ થી ઉજવણી કરવામાં આવી
Spread the love

ડભોઇ ના નગરજનો દ્વારા ઉત્તરાયણ ની હર્ષોલ્લાસ થી ઉજવણી કરવામાં આવી

ડભોઇ નગર ના યુવાનો વડીલો દ્વારા ઉતરાયણ અને વાસી ઉત્તરાયણ ની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરી હતી.એ.. કાપ્યો… છે…ના ગગનભેદી નારા સાથે ધાબાઓ ટેરેસ પર નગરજનો એ ઉત્સાહભેર ઉજવણી કરી હતી.સાથે જ ઉંધીયું ફાફડા જલેબી ની જયાફત માણી હતી.
ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ બન્ને દિવસો એ પંતગ રસીયા ઓ એ ઉલ્લાસભેર ઉજવણી કરી હતી નગર ના ધાબા અગાસી અને છાપરા પર કાંટા.. કાયપો…. છે ના ગગનચુંબી અવાઝો. સાથે નાચતાં કુદતા યુવાન યુવતીઓ બાળકો આનંદીત થઇ આકાશ માં રંગ બે રંગી પંતગો ને ઉડાવી જાણે આકાશી યુધ્ધ લડતાં હોય તેમ જણાય આવતું હતું.
બચપન થી પંચપન સુધી ના તમામ રંગ બે રંગી પંતગો ને આસમાન ની ટોચ પર પહોંચાડવા માટે પ્રયાશો કરી મજા માણી હતી.વહેલી સવાર થી અવનવા કપડાં અને માથા ઉપર તાપ રક્ષક ટોપી ગોગલ્સ પહેરીને મોટા અવાજ કરતાં પીપુડા વગાડી યુવાનો તેમજ બાળકો ઝુમી ઉઠ્યા હતા.સાથે જ ભારતીય સંસ્કૃતિ ની પંરપરા મુજબ કુવારીકાઓ વ્હેલી સવારે ઉઠીને સજીધજીને ગાયમાતા ને ધઉ નો મીઠો ખીચડો ધુધરી બનાવી પોતાના હાથે એક વર્ષ ટેક સાથે ખવડાવી શ્રી કૃષ્ણ જય માતાજી રાધા કૃષ્ણ કે અન્ય ઈષ્ટ દેવ ના નામનું રટણ કર્યા બાદ ભોજન કે અન્ય વસ્તુ મો માં મુકવાની ટેક લીધી હતી. ઉત્તરાયણ ની આગલી રાત્રે પંતગ બજારમાં ધુમ ખરીદી નીકળી હતી મહુડી ભાગોળ ટાવર રાધા કોમ્પલેક્ષ કાજીવાડા રોડ પર ઠેર ઠેર દોરી સુતનારા પાસે ટોળેટોળાં ઉમટી પડ્યા હતા પંતગો ની દુકાનો એ ભીડ જામી હતી કોરોના ની બીક વચ્ચે ઘરાકી નીકળતાં વહેપારીઓ માં ખુશી ની લાગણી જોવા મળી હતી.

 

રિપોર્ટ : દિપક જોષી ડભોઇ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220115-WA0011.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!