ભાવનગર સપ્તાહ માં ત્રણ દિવસ પૌષ્ટિક ખીચડી વિતરણ સાથે પ્રસંગો માં પડી રહેલા રસોઈ માટે અપીલ

ભાવનગર સપ્તાહ માં ત્રણ દિવસ પૌષ્ટિક ખીચડી વિતરણ સાથે પ્રસંગો માં પડી રહેલા રસોઈ માટે અપીલ
ભાવનગર “માનવ સેવા એજ પ્રભુ સેવા” નાં ધ્યેય થી ભાવનગર નાં જાણીતા ઉદ્યોગપતિ તથા શ્રી સિવા ટ્રસ્ટનાં સંચાલક શ્રી શિવનારાયણ વિજયકુમાર બંસલનાં સૌજન્ય થી લેપ્રસી કોલોની વિસ્તારનાં ૩૦૦ લોકોને ખીચડીનું વિતરણ કરવામાં આવેલ..
ભાવનગરના જાણીતા શ્રેષ્ઠી શ્રી મહેન્દ્રભાઈ શાહ દ્વારા જીવ દયા અર્થે ફરતો મૂકવામાં આવેલ આધ્યાશક્તિ જીવદયા રથ ના માધ્યમથી મકરસંક્રાંતિ પર્વ થી દાન ધર્મ હેતુસર એક વર્ષ માટે શરૂ કરાયેલી પ્રવૃત્તિ ને આગળ વધારવામાં શિશુવિહાર ના કાર્યકર શ્રી જગદીશભાઈ ભટ્ટ તથા શ્રી પોપટભાઈ વેગડે જહેમત ઉઠાવી. શહેરના જુદા જુદા ગરીબ વિસ્તારોમાં ફરીને બપોરે 12:30 થી 4:30 દરમિયાન અઠવાડિયામાં ત્રણ દિવસ પૌષ્ટિક ખીચડી નું વિતરણ કરશે.. કડકડતી ઠંડીમાં ગરીબ લોકોને બ્લેન્કેટ અથવા કપડાનું વિતરણ તેમજ લગ્ન પ્રસંગે પડી રહેલ ખોરાક નું વિતરણ કરવા માટે શહેરના નાગરિકો શ્રી રાજુભાઈ મકવાણા સંપર્ક નંબર 7383519686 સાથે વાત કરે તેવી વિનંતી છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756