લાઠી ના ધામેલ થી ભાલવાવ ગામના બનતા રસ્તાનું ખાતમુહૂર્ત કરતા સરપંચ વીરાણી

લાઠી તાલુકાના ધામેલ થી ભાલવાવ ગામના ૧ કરોડ ૪ લાખ ૫૦ હજાર રૂપિયાના ખર્ચે બનતા રસ્તાનું ખાતમુહૂર્ત કરતા સરપંચ વીરાણી
લાઠી તાલુકાના ધામેલ થી ભાલવાવ ગામના ૧ કરોડ ૪ લાખ ૫૦ હજાર રૂપિયાના ખર્ચે બનતા રસ્તાનું ખાતમુહૂર્ત ભાલવાવ ગામમાં નવનિયુક્ત સરપંચશ્રી કલ્પેશભાઈ વિરાણી ના વરદ હસ્તે કરવામાં આવ્યું.
લાઠી તાલુકાના ધામેલ થી ભાલવાવ ગામ જવાના આશરે ૬..૫ કિલોમીટર જેટલા અંતરના ૧ કરોડ ૪ લાખ ૫૦ હજાર રૂપિયાના ખર્ચે બનતા રોડનું ભાલવાવ ગામમાં નવનિયુક્ત સરપંચશ્રી કલ્પેશભાઈ વિરાણી ના વરદહસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે ભાજપ અગ્રણી અને અને પૂર્વ પ્રમુખશ્રી તાલુકા પંચાયત લાઠી જનકભાઈ પી. તળાવીયા, કારોબારી ચેરમેન તા.પં.લાઠી નરેશભાઇ ડોંડા (માસ્તર), લાઠી તાલુકા ભાજપ મહામંત્રી દિનેશભાઇ જમોડ, લાઠી તાલુકા ભાજપ માલધારી સેલના પ્રમુખશ્રી ગગજીભાઈ સાસલા, લાઠી તાલુકા યુવાભાજપ કૌષાધ્યક્ષ શ્રી ઘનશ્યામસિંહ ગોહિલ,પૂર્વ સરપંચશ્રી નાગજીભાઇ માંગરોળીયા ભાલવાવ ગામનાં આગેવાન શ્રી હમીરભાઇ સાસલા, બાલાભાઈ જસાણી, તુલસીભાઈ, દિપસિંહ ગોહીલ, સહદેવસિંહ ગોહિલ તેમજ આગેવાનો કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ રસ્તા નું નવિનીકરણ થતા ગ્રામજનોની રસ્તાની મુશ્કેલી દુર થતાં સરકારશ્રી તેમજ આવેલા આગેવાનોનો આભર વ્યક્ત કરવામાં આવ્યો.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756