જૂનાગઢ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની બેઠક યોજાઇ

- મુકેશ સખીયાને પ્રદેશ કારોબારીમાં સ્થાન…
- જિલ્લા કારોબારી પૂર્ણ જાહેર કરી હોદ્દેદારોનું કર્યું સન્માન
- જિલ્લા પ્રમુખ તરીકે વિનુભાઈ ચંદારાણાની સર્વાનુમતે વરણી..
- કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરી ચાલુ કરાવતા રાજ્ય મંત્રી શ્રી દેવાભાઇ માલમ…
- પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડીયાનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ મીટીંગમાં સંગઠનની સમીક્ષા…
- પ્રદેશ અધ્યક્ષ અને નવનિયુક્ત જિલ્લા અધ્યક્ષનું બ્રહ્મ સમાજ અને દલિત સમાજ દ્વારા સન્માન…
જુનાગઢ સર્કીટ હાઉસ ખાતે પત્રકાર એકતા સંગઠન ગુજરાતની મિટીંગ પ્રદેશ પ્રમુખશ્રી લાભુભાઇ કાત્રોડીયા ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. કાર્યક્રમની શરૂઆત રાજ્યનાં મંત્રીશ્રી દેવાભાઈ માલમ અને પ્રદેશ હોદેદારોનાં વરદ હસ્તે ભારતીય પરંપરાઓ અનુસાર દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યાર બાદ પત્રકાર એકતા સંગઠન નાં પ્રયોજક એવા શ્રી સલીમભાઈ બાવાણી, વરિષ્ઠ પત્રકાર નાં પિતાશ્રી દિલીપભાઈ તેમજ કોરોના કાળ દરમ્યાન સંગઠને ગુમાવેલા તમામ પત્રકારો ને બે મિનિટ નું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યાર બાદ ભારત માતાકી જય, વંદેમાતરમ સહિતના નાદ સાથે વાતાવરણને ગુંજવી દીધું હતું. ત્યારબાદ હાજર તમામ પત્રકારોએ પોત પોતાનો પરીચય આપી કાર્યક્રમને આગળ ધપાવ્યો હતો.
ઉપસ્થિત પ્રદેશ કારોબારીનાં આઇટી સેલના અધ્યક્ષ સમીર સલીમભાઇ બાવાણી દ્વારા ડીજીટલ યુગ અને પત્રકારોનાં જીવનમાં હાલ ઈન્ફોરમેશન ટેકનોલોજી ડગલે ને પગલે ઉપયોગમાં આવતી હોઈ છે. જેને લોકોનાં હિતાર્થે સદઉપયોગ કરવા સૂચન કર્યું હતું. ત્યાર બાદ પ્રદેશ મહામંત્રી શ્રી જલદીપભાઈ ભટ્ટ દ્વારા પત્રકારોને પડતી મુશ્કેલીઓ અને સમસ્યાઓ વિશે ખુબજ વિસ્તૃત જાણકારી આપી હાજર પત્રકારોને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ પ્રદેશ ઉપપ્રમુખશ્રી ગીરવાનસિંહ સરવૈયા દ્વારા સંગઠનની કારોબારી અંગે હાજર પત્રકારો ને ખુબજ સુંદર વિસ્તૃત માહિતી આપી અને સંગઠન ની વ્યૂહ રચના વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ તકે શ્રી લાભુભાઈ કાત્રોડીયા દ્વારા પત્રકારો ના હીત માટે સરકાર સમક્ષ મુકવામાં આવેલા વિવિધ મુદાઓ વિસે ખુબજ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
પત્રકાર એકતા સંગઠન એ ગુજરાતનું મોટામાં મોટું સંગઠન બનવા જઈ રહ્યું છે. ટુક સમયમાં પાલીતાણા ખાતે ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ તાલુકા ના સંગઠનમાં જોડાયેલા પત્રકારો ની એક મિટિંગ યોજવાનું પણ આતકે જાહેરાત કરવામાં આવેલી સોરઠની ધરતી પર જેમ ગીરના સિંહો ગર્જના સાંભળવા મળતી હોય છે તેવીજ રીતે શ્રી લાભુદાદા એ સિંહ ગર્જના કરી પત્રકારોના હિત માટે રાત દિવસ જોયાવગર સતત અને સતત દોડતા એવા શ્રી ગિરવાનસિંહ સહિતના અગ્રણી આગેવાનો ના સાથ અને સહકાર ની પણ આ તકે ખુબજ પ્રશંસા કરી હતી અને સાથે સાથે જણાવ્યું હતું કે પત્રકારો ની સમસ્યાઓ નો ઉકેલ માત્ર સંગઠન છે.હાલ આપણા સંગઠન દ્વારા અત્યાર સુધી 25 જિલ્લા અને તમામ તાલુકાઓ ની કારોબારી સાથે સંગઠન પૂર્ણ થતાં 6500 જેટલા પત્રકારો આપણા પત્રકાર એકતા સંગઠન સાથે જોડાયા હોવાની પણ વિસ્તૃત માહિતી આપી હતી..
સાથે સાથે એવું પણ જણાવ્યું હતું કે ખુબજ ટુક સમયમાજ બાકી રહેતા જિલ્લાઓ અને તાલુકાઓમાં સંગઠનનની રચના કરી દશહજાર પત્રકારો સાથે ગુજરાતનું મોટું સંગઠન બનવા જઈ રહ્યું છે તેમજ ખુબજ ટૂંક સમયમાજ પાલીતાણા ની પવિત્ર અને પાવન ભૂમિ પર એક વિશાળ આયોજન કરી સંગઠનના તમામ પત્રકારો એક મંચ ઉપર એકત્રિત કરી સાંગઠનને ખુબજ મજબૂતી આપવાના પ્રયાસો કરવામાં આવશે. વિશેષ માં પત્રકાર એકતા સંગઠન નાં પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડિયા દ્વારા સંગઠન ની માળખાકીય રચના અને નવનિયુક્ત હોદ્દેદારો નું સન્માન અને નિયુક્તિ પત્રો પ્રદેશ અગ્રણીઓ નાં હસ્તે આપવામાં આવ્યા હતા.
પત્રકાર એકતા સંગઠન ના વર્ષ 2022 ના જુનાગઢ જીલ્લાના નવનિયુક્ત હોદ્દેદારો
- પ્રમુખ :- વિનોદભાઈ ચંદારાણા
- ઉપપ્રમુખ :- વિજય ભાઈ આહિયા, હિતેશભાઈ પારેખ, હિતેશજોષી, જનકભાઈ ટીલાવત,વીનુમકવાણા
- મંત્રી :- કિશનભાઇ અઢિયા,ધીરુભાઈ સોની,યજ્ઞેશભટ્ટ, વિનયસિંહ રાવત, પ્રતિક રુગાણી
- મહામંત્રી :- રવિન્દ્ર ડી.કંસારા, જીતુભાઈ યોગાનંદી, જયેશભાઈ ખખર,ઋષિજોસી, ધમેશ નંદવાણી
- સહમંત્રી :- કઈમ સલીમધડા, ઉદયભાઇ પંડ્યા, અતુલભાઇ ભટ્ટ, , અનીષભાઈ ગૌદાણા,શૌલેશ વર્મા
- ખજાનચી તરીકે મીલનભાઈપાઠક
- આઈટી સેલ વિભાગ રાજભાઈ ભરતભાઈ પલાણ, અશોકભાઈ પોપટ સંગઠન મંત્રી દેવાનંદ આહુજા ને પત્રકાર એકતા સંગઠનમા હોદેદારો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
પત્રકાર એકતા સંગઠન નાં પ્રદેશ અધ્યક્ષ અને નવનિયુક્ત જિલ્લા પ્રમુખ નું સમનાં ખાસ વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ દ્વારા કરવામાં આવ્યું..તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ અને જૂનાગઢ અને સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજ ના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે નવ નિયુક્ત હોદ્દેદારો નું સન્માન દલિત સમાજ દ્વારા પણ કરવામાં આવ્યું હતું. વિનુભાઈ ચંદારાણા દ્વારા જૂનાગઢ જિલ્લામાં મજબૂત સંગઠન નિર્માણ કરવા કટિબદ્ધ હોવાની ખાતરી આપી હતી. તાલુકા સંગઠનની રચના વહેલીતકે પૂર્ણ કરવા ખાતરી આપી હતી. પત્રકારના હિત માટે કોઈપણ જાતના નિસ્વાર્થ વગર રાત દિવસ જોયાવગર તન, મન, અને ધનથી સતત અને સત્તત દોડતા એવા પત્રકાર એકતા સંગઠન ના અગ્રણીઓ કે જેઓ પોતાનો કામ ધંધા અને પરિવારને સમય ફળવ્યા વગર પત્રકારોના હિત માટે સતત દોડી રહયા છે એ દરેક અગ્રણી આગેવાનો ને ખરેખર લાખ લાખ સલામ છે. લોકાર્પણ દૈનિક ન્યૂઝ ટિમના અનિસભાઈ ગૌદાણા, હરેશભાઇ મહેતા, કરશનભાઇ પીઠીયા, વિવેકભાઈ ગૌદાણા, ક્રિશ ગૌદાણા આ બેઠકમાં ખાસ હાજર રહયા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર