ડભોઇ : યાત્રાધામ કુબેર ભંડારી મંદિરમાં શ્રદ્ધાળુઓ પાસેથી પૈસા ઉઘરાવતા 3 નકલી કિન્નરો ઝડપાયા

ડભોઇ : યાત્રાધામ કુબેર ભંડારી મંદિરમાં શ્રદ્ધાળુઓ પાસેથી પૈસા ઉઘરાવતા 3 નકલી કિન્નરો ઝડપાયા
Spread the love

યાત્રાધામ કુબેર ભંડારી મંદિરમાં શ્રદ્ધાળુઓ પાસેથી પૈસા ઉઘરાવતા 3 નકલી કિન્નરો ઝડપાયા

વડોદરા બરાનપુરા વ્યંઢળ સમાજ ના પ્રમુખ અંજુ(અંજના)માસી સહિત સમાજ ના અન્ય લોકો એ નકલી 3 વ્યંઢળો ને ઝડપી પાડી પોલીસ ને હવાલે કર્યા

ડભોઇ તાલુકા ના તીર્થધામ કરનાળી ના કુબેરભંડારી મંદિર ખાતે વ્યંઢળ ના વેશમાં શ્રદ્ધાળુઓ પાસેથી પૈસા નું ઉઘરાણુ કરતા 3 નકલી વ્યંઢળઓ ને વડોદરા બરાનપુરા વ્યંઢળ સમાજ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા.જેઓને ચાંદોદ પોલીસ સ્ટેશનને હવાલે કરવામાં આવ્યા છે આજરોજ પોષ સુદ અમાસ હોય જેને લઇને તીર્થક્ષેત્ર કરનાળી કુબેર દાદાના દર્શનાથે દેશ ભર માંથી હજારો ભક્તો આવતા હોય છે જેનો લાભ ઉઠાવવા નકલી વ્યંડળ બની ને સાંજના સમયે મંદિરની આસપાસ અવર-જવર કરતા હોય અને શ્રદ્ધાળુઓ પાસેથી પૈસા નું ઉઘરાણું કરતા હોય તેની જાણ વડોદરા બરાનપુરા વ્યંઢળ સમાજ ના પ્રમુખ મંજુ માસી ને જાણ થતાં કરનાળી ખાતે તેમના સમાજના અન્ય સભ્યો સાથે કુબેર ભંડારી મંદિર ખાતે પહોંચી ગયા હતા જ્યાં ત્રણે બની બેઠેલા વ્યંઢળો ની કડકાઈથી પૂછપરછ કરતા ત્રણેય પુરુષ વ્યંઢળ ના વેશમાં બહુરૂપયા માલુમ પડ્યું આમ નકલી વ્યંઢળ નો વેશ ધારણ કરીને શ્રદ્ધાળુઓ પાસેથી પૈસા પાડવાનું કામ કરી વ્યંઢળ સમાજનું નામ બદનામ કરતા ત્રણેય પુરુષ 1. સુજીત સંજયભાઈ માલ ઉમર 21 રહે.ભાડુપ- શ્યામનગર ઇસ્ટ મુંબઇ,2.નજીબુલ હબીબુલ મુલ્લા ઉમર 23 રહે ભાડુપ શ્યામનગર ઇસ્ટ મુંબઇ,અને 3 કમલા સુરાજભાઈ માલી રહે ઘનશ્યામ નગર ઝૂંપરપટ્ટી,સાવરકર રોડ મુંબઇ આ ત્રણેવ નકલી વ્યંઢળો ને વડોદરા વ્યંઢળ સમાજ ના પ્રમુખ અંજુ માસી સહિત તેમના સમાજ એ મેથીપાક આપી ચાંદોદ પોલીસ સ્ટેશનને હવાલે કરી જેલ ભેગા કર્યા હતા.અને ચાંદોદ પોલીસ સ્ટેશન પી.એસ.આઇ એસ.આર.ચૌહાણ એ નકલી વ્યંઢળો ને જેલ ભેગા કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

રીપોર્ટ:- ચિરાગ (રાજુ ઘેટી)

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220202-WA0069.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!