અમરેલીમાં બાપા સીતારામ અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા દર્દીઓને ફ્રી ટિફિન આપવામાં આવ્યા

અમરેલીમાં સિવિલ હોસ્પિટલ ખાતે બાપા સીતારામ અન્નક્ષેત્ર દ્વારા દાખલ દર્દીઓ ને ફ્રી ટિફિન આપવામાં આવ્યું બપોરે દાળ- ભાત, મગનું પાણી અને દિલીવરી બહેનો અને પ્રસ્તુતિ બહેનો માટે શીરો, સુખડી તથા ફ્રુટનો લાભ પણ આપવામાં આવે છે. બાપા સીતારામ અન્નક્ષેત્ર ટ્રસ્ટ ટિફિનનો ટાઇમ બપોરે 11:30 to 1:00 રાત્રે 6:00 to 8:00 તમામ દર્દીઓને ફ્રી સેવા આપવામાં આવ છે. સંસ્થાનુ નિર્માણ કરનાર પ્રમુખ હીનાબેન ગોહિલ તેમજ ટ્રસ્ટનાં સભ્યો પણ આ સેવાકીય પ્રવૃતિઓમાં જોડાયા હતા.
રિપોર્ટ : ભાવેશ વાઘેલા (અમરેલી)