શાહગોરા ચેરીટેબલ ટ્રસ્ટ – ભાવનગર દ્વારા ૧૪ મો સમુહ શાદી સમારોહ યોજાયો

ભાવનગર તા . ૧૪ ભાવનગર શહેરના શાહગોરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૪ મો સમુહ શાદી સમારોહ , શહેરના મોતીબાગ ઓપનએર થીયેટર ખાતે તા .૧૩ ને રવિવારે સંસ્થાના અધ્યક્ષ પીરે તરીકત હઝરત સૈયદ સીરાજુદ્દીનબાપુ ચિસ્તીના પ્રમુખ સ્થાને સમારોહ યોજાયો હતો . જેમાં ૨૧ દુલ્હા દુલ્હનો નિકાહના પાક બંધનમાં બંધાયા હતા . કાર્યક્રમમાં જુમ્મા મસ્જીદના પેશઇમામ શબ્બીરબાપુ કાદરી , સૈયદ મુન્નાબાપુ ચિસ્તી અમરેલીવાળા તેમજ ઉપસ્થિત આલીમો મૌલાના સાહેબો અને મહાનુભાવોએ પ્રાસંગીક ઉદ્દબોધન કરતા દુલ્હા – દુલ્હનોને શાદીની મુબારક બાદી પાઠવી હતી . જ્યારે સંસ્થા અને સખીદાતાઓ દ્વારા દુલ્હનોને ફ્રીજ , વોશીંગ મશીન , સહીતની ૯૪ જેટલી ઘરવપરાશી ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી . આ કાર્યક્રમમાં ભાવનગરના ડેપ્યુટી મેયર કુમારભાઇ શાહ , શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઇ વાઘાણી , ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના મહામંત્રી નાહિન કાજી , પ્રદેશ ભાજપ યુવા મોર્ચાના ઉપાધ્યક્ષ હરેન્દ્રસિંહ ગોહિલ , કોંગ્રેસ લઘુમતિ સેલના શહેર પ્રમુખ ઇકબાલ આરબ , પુર્વનગરસેવક રહિમભાઇ કુરેશી , શહેર કોંગ્રેસના પ્રવક્તા કાળુભાઇ બેલીમ , શહેર ભાજપ લઘુમતી મોર્ચાના પ્રમુખ મહેબુબ માંડવીયા , જીલ્લા લધુમતી મોર્ચાના પ્રમુખ ઇનુસ મહેતર , ભાવ.યુનિ.સેનેટ સભ્ય મહેબુબખાન બ્લોચ , શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ રાક કુરેશી , પ્રદેશ કોંગ્રેસ અગ્રણીય સાજીદ કાજી , એડવોકેટ સલીમ રાંધનપુરી , ઉદ્યોગપતિ મુન્નાભાઇ વરતેજી , શબ્બીરભાઇ અસારીયા , શહેર કોંગ્રેસ મીડીયા સેલના ચેરમેન નરેન્દ્રસિંહ ગોહિલ , શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ ગોહિલ , શહેર કોંગ્રેસ હેલ્થ એન્ડ હોસ્પીટલ કમીટીના ચેરમેન કેતન વાઢેર , ભાવનગર મુસ્લીમ એક્તા મંચ ના પ્રમુખ સલીમભાઇ કુરેશી , મુસ્લીમ એક્તા મંચ પ્રદેશ ઉપપ્રમુખ સાજીદ તેલી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહયા હતા . આ કાર્યક્રમને સફળ બનાવવા શાહગોરા ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ હઝરત સૈયદ સીરાજુદ્દીનબાપુ , સૈયદ મોહંમદઝાનબાપુ , સૈયદ સહનવાઝબાપુ ચીસ્તી , સૈયદ કરીમમીયાબાપુ , કાદરમીયા , હઝરત હસનરઝા , ઇકબાલભાઇ સમા , હબીબાણી સલીમભાઇ , અરમાનભાઇ , અબ્દુલભાઇ શેખ ( એસ.બી.આઇ. ) , બસીરભાઇ મોભ , વાહીદભાઇ લાખાણી , તરિયા નજીરભાઇ , મલેક ઇમરાનભાઇ તેમજ કમિટીના અન્ય સદસ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી
.રીપોર્ટ:ઈમ્તિયાઝ હવેજ ભાવનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756